News of Tuesday, 23rd June 2026
પોરબંદરમાં લોકોને વિશ્વાસમાં લઇ એટીએમ કાર્ડ બદલીને રૂપિયા ઉપાડી જનાર આરોપી ઝડપાયો
આરોપી રીઢો ગુન્હેગારઃ પોરબંદર ઉપરાંત રાજકોટ, પડધરી, ગોંડલ, મોરબી, જુનાગઢ, વાંકાનેર, જામકંડોરણામાં છેતરપીંડીના ગુન્હા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૩: એટીએમમાં મહિલાને મદદના નામે વિશ્વાસમાં લઇ એટીએમ કાર્ડ બદલીને રૂપિયા ઉપાડી જનાર આરોપી દિપકસિંહ સંતોષસિંહ હાલ મફતિયાપરા રાજકોટ અને મુળ યુ.પી.વાળાને પોલીસે પકડી લીધો છે પકડાયેલ આરોપી દિપકસિંહ રીઢો ગુન્હેગાર હોવાનું ખુલ્યું છે. તેમની સામે રાજકોટ, પડધરી, ગોંડલ, મોરબી, જુનાગઢ, વાંકાનેર, જામકંડોરણામાં છેતરપીંડીના ગુન્હા નોંધાયેલાં છે.
ત્રણેક દિવસ પહેલા ધર્મિષ્ઠાબેન વા/ઓ ભરતભાઇ ખુદાઇ રહે.શીતલાયોક પોલીસ ફરિયાદમાં જાહેર કરેલ કે, આરોપીએ ફરીયાદીને એટીએમમાંથી પૈસા ઉપડવામા મદદ કરવાનુ કહી ફરી.ને વિશ્વાસમાં લઇ ફરીનું એ.ટી.એમ.કાર્ડ પોતાની પાસે રાખી ફરી.ને બીજુ એ.ટી.એમ.કાર્ડ આપી દઇ ફરી.ના એકાઉન્ટમાંથી રૂ.૪૦,૦૦૦/- ઉપાડી ફરી.ને છેતરી ઠગાઇ કરી ગુન્હો કરેલ.
કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.પરમારના માર્ગદર્શન અને રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સબ ઇન્સ. એમ.પી.મોરી તથા વુ.પો.કોન્સ. કીર્તિબેન ભરતભાઇ તથા પો.કોન્સ. જય રમેશભાઇ દ્વારા સદરહું બનાવની આસપાસના નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અંતર્ગત લગાડેલ સી.સી.ટી.વી. કેમેરા દ્વારા તથા ટેકનીકલ સોર્સ આધારે તપાસ કરતા એટીએમ કાર્ડ બદલી છેતરપીંડી કરનાર આરોપી ઠક્કર પ્લોટ એસ.બી.આઇ. બેંક આસપાસ હોવાની હકિકત મળતા આરોપીને અલગ અલગ બેંકના એ.ટી.એમ. કાર્ડ નંગ-૦૬ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
પોલીસ પુછપરછમાં આરોપીનું નામ દિપકસીંહ સંતોષસિંહ સેંગર ઉ.વ.૩૭ રહે. મફતીયાપરા મોરબી રોડ રાજકોટ અને મુળઃ- બીલૌહાગામ તા.માધૌગઢ જી.જાલોન થાના રામપુરા ઉતરપ્રદેશ હોવાનું ખુલ્યું હતું આ આરોપી સામે પોરબંદર ઉપરાંત રાજકોટ, પડધરી, ગોંડલ, મોરબી, જુનાગઢ, વાંકાનેર, જામકંડોરણામાં છેતરપીંડીના ગુન્હા નોંધાયા છે.
આરોપી દીપકસિંહે કબુલાત આપેલ કે દોઢેક માસ પહેલા પોરબંદર એમ.જી.રોડ એસ.બી.આઈ. બેંકના એ.ટી.એમ.માં એક વળધ્ધ વ્યક્તિને રૂપીયા ઉપડવામા મદદ કરવાનુ કહી તે વળધ્ધનુ એ.ટી.એમ કાર્ડ બદાલવી એ.ટી.એમ. કાર્ડનો પીન જાણી વળધ્ધના ખાતામાંથી રૂ.૨૨,૦૦૦/- ઉપાડી લિધેલ છે.
બે માસ પહેલા ધોરાજી ખાતે ગેલેકસી એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. માં એક વળધ્ધ વ્યક્તિને રૂપીયા ઉપડવામા મદદ કરવાનુ કહી તે વળધ્ધનુ એ.ટી.એમ કાર્ડ બદાલવી એ.ટી.એમ. કાર્ડનો પીન જાણી વળધ્ધના ખાતામાંથી રૂ.૩૦,૦૦૦/- ઉપાડી લિધેલ છે.
આરોપી શહેરો તથા જીલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ આવેલ બેંકના એ.ટી.એમ. આસપાસ આંટાફેરા કરતો હોય તે દરમ્યાન કોઇ વળધ્ધ કે આધેડ કે અભણ વ્યકિત એ.ટી.એમ.માં રૂપીયા ઉપાડવા આવતા નજરે પડતા તેઓને ટાર્ગેટ બનાવી રૂપીયા ઉપાડવાની મદદના બહાને એ.ટી.એમ કાર્ડ બદાલવી એ.ટી.એમ. કાર્ડનો પીન જાણી પોતાની પાસે અગાઉ થી રહેલ અન્ય એ.ટી.એમ. કાર્ડ બદલી અને બદલેલા એ.ટી.એમ. કાર્ડ દ્રારા રૂપીયા ઉપાડવાનુ નાટક કરી ટેકનીકલ ખામી હોવાથી રૂપીયા ઉપડતા ના હોય તેવુ બહાનુ કાઢી ભોગબનનારને પોતાની સાથે લાવેલ અન્ય એ.ટી.એમ. કાર્ડ આપી ત્યાંથી એ.ટી.એમ. માંથી રૂપીયા ઉપાડી છેતરપીંડી કરવાની ટેવ ધરાવે છે.
એટીએમ કાર્ડ લઇ છેતરપીફંડી કરનારને પકડવાની કામગીરી ઇન્સપેકટર કે. વી. પરમાર, પીએસઆઇ એમ. પી. મોરી, એએસઆઇ બી. એસ. ચાંડપા તથા સ્ટાફના કે. એમ. શીંગરખીયા, હોથીભાઇ અરજણભાઇ, જયભાઇ રમેશભાઇ, પુષ્પરાજસિંહ દેવેન્દ્રસિંહ તથા કિર્તીબેન ભરતનભાઇ એ કરી હતી
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
