<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

ભાવનગર મહુવામાં સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ સજા ફટકારાઇ

સગીરા દુષ્કર્મ કેસમાં આરોપી કિશોર ગોબરભાઈ મકવાણાને સજા: આરોપીએ સગીરાને અમદાવાદ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું

ભાવનગર મહુવામાં સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ સજા ફટકારવામાં આવી છે. મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પહેલા નોંધાયેલા સગીરા દુષ્કર્મ કેસમાં આરોપી કિશોર ગોબરભાઈ મકવાણાને સજા ફટકારવામાં આવી છે. મહુવાની કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ. આરોપીએ સગીરાને અમદાવાદ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો હતો. સરકારી વકીલની ધારદાર દલીલો અને 13 મૌખિક તેમજ 37 લેખિત પુરાવાના આધારે ચુકાદો અપાયો છે. કોર્ટ દ્વારા ભોગ બનનાર પીડિતાને રૂ. 4 લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કરાયો છે.

(8:54 PM IST)