News of Tuesday, 27th October 2026
ફ્રી ફાયર ગેમના માધ્યમથી સંપર્કમાં આવી સગીર બાળાનું અપહરણ કરનાર આરોપીને આસામથી શોધી કાઢતી જામનગર સીટી એ ડિવિઝન પોલીસ : જુઓ વિડીયો
પોલીસ ટીમ આસામ ખાતે મોકલી સગીર બાળાને આરોપીના કબજામાંથી મુક્ત કરાવી સુરક્ષિત રીતે તેના માતા-પિતાને સોંપવામાં આવી

( મુકુંદ બદી યાણી દ્વારા ) જામનગર : ગત તા. ૦૮/૧૦/૨૦૨૬ના રોજ જામનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતેથી સગીર બાળાનું અપહરણ થયાની ફરિયાદના આધારે જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.
સદર ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સી.સી.ટી.વી. ફૂટેજ, હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસની મદદથી સગીર બાળાનું લોકેશન આસામ રાજ્યના બોંગાઈગાંવ જિલ્લાના જોગીઘોપા ગામે હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ પોલીસ ટીમ આસામ ખાતે મોકલી સગીર બાળાને આરોપીના કબજામાંથી મુક્ત કરાવી સુરક્ષિત રીતે તેના માતા-પિતાને સોંપવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલા ૨૪ વર્ષીય આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ તથા પોક્સો અધિનિયમ-૨૦૧૨ની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
