News of Tuesday, 14th July 2026
સિંહની પજવણી કરનારા 8 આરોપી સામે કાર્યવાહી : સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં દેખાયા હતા
જસાધાર રેન્જના અધિકારીઓએ સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી કરીને વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારના 8 યુવકોને ઝડપી પાડ્યા: તમામ સામે વન્યજીવ સંરક્ષણ કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી

તાજેતરના સમયમાં સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર વિવિધ આઈડી દ્વારા સિંહને પજવણી કરવાના તેમજ પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશના વિડિયો વાયરલ થયા હતા. આ બાબતને ગંભીરતાથી લઈ ગીર (પૂર્વ) વન વિભાગના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ તથા મદદનીશ વન સંરક્ષક કપિલ ભાટિયાના માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી.છેલ્લા ૧૫ થી ૨૦ દિવસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી વિવિધ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વેરાવળ શહેરમાં સ્થાનિક પોલીસ સ્ટાફ ને સાથે રાખીને કુલ ૮ વ્યક્તિઓને અટકાયત કરવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓના નામ નીચે મુજબ છે:
(૧)પંજા મોહમદ અમીનભાઈ(૨) મહમદજાબીલ અબુલ કાલાવાણીયા(3)કાજી ફારૂકનાઝહુસૈન ઝાકીરહુસૈન(૪)બ્લોચ અયાઝ અનવર (૫)કાલવત ઝેનુલ આબેદીનમહમદ(૬)ભાદરકા સોફિયાન ઇકબાલભાઈ (૭) સબિરહુસૈન ઈસા મોહમદ ભાદરકા (૮)ભાદરકા સોહિલ સુલેમાન આ તમામ આરોપીઓ વેરાવળ તથા પ્રભાસ પાટણ વિસ્તારના રહેવાસી છે.
તપાસ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા તેમના ઇન્સ્ટાગ્રામ આઈડી પૈકી મુખ્ય આઈડી નીચે મુજબ છે: (৭)jabir_king_08(2)kb_farhan_92(3)its_aaz_baloch_77(४) abiden. 01 (4) sofiyan46 (S) ak_sabir_01(૭)soyb047 આ તમામ વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ સંબંધિત કાયદાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગીર (પૂર્વ) વન વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, જો સોશિયલ મીડિયા પર સિંહને પજવણી કરતા, વન્યપ્રાણીઓને હેરાન કરતા અથવા પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ દર્શાવતા કોઈપણ વિડિયો અથવા આવી પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ ધ્યાને આવે તો આવા વિડિયોને પ્રોત્સાહન ન આપવું, શેર ન કરવું કે વાયરલ કરવું નહીં. તાત્કાલિક નજીકના વન વિભાગને જાણ કરવી, જેથી જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય.વન્યજીવોનું સંરક્ષણ એ સૌની સામૂહિક જવાબદારી છે. જનસહયોગ દ્વારા જ આવા ગુનાઓને અટકાવી શકાય અને ગીરના અમૂલ્ય વન્યજીવ વારસાનું રક્ષણ કરી શકાય.
આ કાર્યવાહીમાં જસાધાર રેન્જના કર્મચારીઓએ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી: (૧)વનપાલ એમ. એચ. સોંદરવા(ર)વનપાલ એચ. પી. માડમ(3)વનપાલ આર. બી. વાળા(૪)વનરક્ષક જી.વી.પાથર (૫)વનરક્ષક એસ.કે.કસોટિયા(૬)વનરક્ષક ડી.એન. વાઢેળવન વિભાગ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ સતત સઘન પેટ્રોલિંગ, હ્યુમન ઇન્ટેલિજન્સ ur રેલિજચના આધારે કડક કાર્યવાહી ચાલ રાખવામાં આવશે
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
