<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

જૂનાગઢમાં ગેરકાયદે રહેતા બાંગ્‍લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી, ૩ ઝડપાયા

૧૭ વર્ષથી રહેતા ઘૂસણખોરોની આકરી પૂછપરછ, તપાસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢઃ તા. ૪, જૂનાગઢ શહેર અને જિલ્લામાં રહેતા બાંગ્‍લાદેશીઓ વિરુદ્ધ પોલીસે  કાર્યવાહી હાથ ધરી ૧૭ વર્ષથી ગેરકાયદે રહેતા ત્રણ બાંગ્‍લાદેશીઓને પકડી પાડી વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.

ઇન્‍ચાર્જ એસપી રોહિત ડગરની સૂચનાથી રાજ્‍ય વ્‍યાપી ઝુંબેશના ભાગરૂપે બાંગ્‍લાદેશી ઘૂસણખોરોની શોધખોળ માટે પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા સ્‍થાનિક મજૂરો, બાંધકામ સાઈટો અને શંકાસ્‍પદ વસાહતોમાં બાયોમેટ્રિક તેમજ દસ્‍તાવેજી ચકાસણીની પ્રક્રિયા હાથ કરવામાં આવી છે.

આ કાર્યવાહીમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૪૦ જેટલા લોકોને ચેક કરવામાં આવ્‍યા હતા. આ દરમિયાન ૧૭ વર્ષથી જૂનાગઢમાં રહેતા ૨ મહિલા સહિત ૩ બાંગ્‍લાદેશીને ઝડપી લઇ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે.

 ઉલ્લેખનીય  છે કે અગાઉ જૂનાગઢના જોષીપરા વિસ્‍તારમાંથી તારીખ ૧૫-૦૭-૨૦૨૩ના રોજ પોલીસે બાંગ્‍લાદેશના સાતખીરા જિલ્લાના તુલસીદંગા વિસ્‍તારની વતની મોસમદ શહનારા બેગમ નામની મહિલા અને ગેરકાયદે વસવાટ કરવા બદલ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી

(1:39 PM IST)