<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

જસદણના વડોદ ગામે ડો. આંબેડકરનું બોર્ડ લગાવવા બાબતે ધમાલ : ફરજમાં રૂકાવટ કરી આત્‍મવિલોપનનો પ્રયાસ

તલાટી મંત્રીએ ફરજમાં રૂકાવટ કરનાર વડોદના રમેશ ચાવડા, પ્રવિણ ચાવડા, આણંદપરના રમેશભાઇ તથા અમરેલીના વસંતભાઇ ચાવડા સામે પોલીસમાં ફરીયાદ કરી ફીનાઇલ પી લેનાર રમેશભાઇ ચાવડાને રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડાયો

રાજકોટ, તા. ૩૦ : જસદણના વડોદ ગામે જુની આંગણવાડીમાં ડો. બાબાસાહેબ આંબેડકરનું બોર્ડ લગાવવા બાબતે આત્‍મવિલોપનનો પ્રયાસ કરી ફરજમાં રૂકાવટ કરનાર ૪ શખ્‍સો સામે પોલીસમાં ફરીયાદ થઇ છે. ફિનાઇલ પી આત્‍મવિલોપનનો પ્રયાસ કરનારને રાજકોટ હોસ્‍પિટલાં ખસેડાયો છે.

મળતી વિગતો મુજબ મહેશભાઇ આંબાભાઇ કુકડીયા (ઉ.વ.૩ર)  ધંધો નોકરી (તલાટી કમ મંત્રી આંબરડી-વડોદ ગ્રામ પંચાયત) રહે. બરવાળા તા. જસદણએ આરોપી (૧) રમેશ હમીરભાઇ ચાવડા (ર) પ્રવિણ માલાભાઇ ચાવડા રહે. બંને વડોદ ગામ તા. જસદણ (૩) રમેશભાઇ  રહે. આણંદપર તા. ચોટીલા તથા (૪) વસંતભાઇ ચાવડા રહે. અમરેલી સામે જસદણ પોલીસમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપી નં.૧ વડોદ ગામ ખાતે પંચાયતની મંજુરી વગર તા.૧૩-૪-ર૦ર૬ના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરનું બોર્ડ જુની આંગણવાડીની જગ્‍યા લગાવેલ. બાદપંચાયત દ્વારા સદરહું બોર્ડ ખાતે તા.૮ ના રોજ નોટીસ ચીપકાવી સદરહુ બોર્ડ પંચાયતની માલીકીન જગ્‍યાએથી હટાવી લેવા સમજ કરેલ અને અન્‍ય પંચાયતની ચાર જગ્‍યા ખાતે બોર્ડ મુકવા સારૂ જગ્‍યા બતાવેલ તેમજ આરોપીને પંચાયત ખાતે બોલાવી સમજ કરતા બોર્ડ હટાવેલ નહી બાદ ફરીથી તા.૧પ તથા તેમજ તા. રરના રોજ એમ કુલ ત્રણ નોટીસ ચીપકાવતા બોર્ડ હટાવેલ નહી જેથી આ બાબતે ફરીયાદી તથા પંચાયતના સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારી જસદણને પત્ર પાઠવતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સદરહું આંગણવાડીની જગ્‍યાએ લગાવેલ બોર્ડ હટાવવા સારૂ એ.ટી.ડી.ઓ તથા ફરીયાદીને સમજ કરેલ જેથી ગઇકાલે એકજીમેજી શ્રી જસદણ વાળાની હાજરીમાં પોલીસ બંદોબસ્‍ત સાથે કામગીરીમાં હાજર હોય જે દરમ્‍યાના આ કામના આરોપી નં(૧) તથા (૨) (૩)ના એ પચીસથી પાંત્રીસ જેટલાસ્ત્રી પુરૂષોના ટોળાને બોર્ડ નહી હટાવવા ઉશ્‍કેરણી કરી જાહેર કાર્યો બજાવવામાં રાજય સેવકને અડચણ કરી,જાહેર કરેલા હુકમનું પાલન નહી કરી અવજ્ઞા કરી હાનિ જોખમ પેદા કરી, ફરજમાં રૂકાવટ કરી તેમજ આરોપી નં. (૧) નાએ રાજય સેવકની સતાવાર ફરજનો ઉપયોગ કરતા અટકાવવા માટે પોતાની ખિસ્‍સામાંથી નાની બોટલ કાઢી પ્રવાહી પી આપઘાત કરવાની કોશિશ કરી તેમજ આરોપી નંબર (૩) એ પોતાના મોબાઇલમાં ઓડીયો કોલ સ્‍પીકર રાખી આરોપી નંબર(૪) સાથે વાત કરવાનું કહેતા ફરીયાદીએ નાં પાડતા ફરીયાદીને સ્‍પીકર કોલ દ્વારા હાની પહોચાડવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી હતી. ફિનાઇલથી આત્‍મવિલોપનનો પ્રયાસ કરનાર રમેશભાઇને સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે.

 આ ફરીયાદ અન્‍વયે જસદણ પોલીસે ઉકત ચારેય સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથધરી છે

(11:53 AM IST)