News of Wednesday, 9th September 2026
સર્વે પૂર્ણ થયા બાદ રાજ્યમાં 3 કિમીના સ્થાને 7 કિમી વિસ્તારમાં આવતા તળાવ સૌની યોજના દ્વારા ભરાશે :મંત્રી ઈશ્વરસિંહ પટેલ
અમરેલીના રાજુલા તાલુકામાં સૌની યોજનાની પાઈપ લાઈનના સ્કાવર વાલ્વથી 7 કિ.મી.મી મર્યાદામાં આવેલ તળાવોને સૌની યોજના થકી જોડાણ આપવા સર્વે માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ

ગાંધીનગર : રાજ્યના નાગરિકો અને ખેડૂતોના હિતમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્ય પ્રધાન હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન સૌરાષ્ટ્રમાં સૌની યોજના થકી અગાઉની 3 કિમીની મર્યાદા વધારીને 7 કિમી સુધીના તળાવ ભરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સરવે પૂર્ણ થાય બાદ રાજ્યમાં 3 કિમીના સ્થાને 7 કિમી વિસ્તારમાં આવતા તળાવ સૌની યોજના દ્વારા ભરવામાં આવશે તેમ, વિધાનસભા ગૃહમાં આજે જળસંપત્તિ અને પાણી પુરવઠા પ્રધાન ઈશ્વરસિંહ પટેલે પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું હતું.
મંત્રી ઈશ્વરસિંહ પટેલે સભ્ય દ્વારા પૂછાયેલા પેટા પ્રશ્ન અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અમરેલીના રાજુલા તાલુકામાં સૌની યોજનાની પાઈપ લાઈનના સ્કાવર વાલ્વથી 7 કિ.મી.મી મર્યાદામાં આવેલ તળાવોને સૌની યોજના થકી જોડાણ આપવા સર્વે માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આગામી ઓક્ટોબર 2026 સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ધોળીધજા ડેમથી વડોદ ડેમ સુધીની નર્મદા નિગમની બોટાદ બ્રાંચ કેનાલને સમાંતર 22 કિ.મી.ની ડ્યુઅલ પાઈપ લાઈન મંજૂર કરવામાં આવી છે જે કામગીરી એપ્રિલ-2028 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. સૌની યોજના થકી પાણી પહોંચાડવા બાકી કામો જલ્દી પૂર્ણ કરવામાં આવશે તેમ, જળસંપત્તિ અને પાણી પુરવઠા પ્રધાન ઉમેર્યું હતું.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
