News of Thursday, 17th September 2026
જસદણમાં સીટ કવરની દુકાનમાંથી ૬૯ર ગ્રામ ગાંજા સાથે અફઝલ પકડાયો
રાજકોટ ગ્રામ્ય એન્ટી નાર્કોટીકસ વિંગનો દરોડો પીઆઇ જે. એ. ખાચર, પીએસઆઇ જી.જે. ઝાલાની ટીમની કામગીરી, મનોજ ઉર્ફે જોન જેઠવાનું નામ ખુલતા પોલીસ દ્વારા શોધખોળ

રાજકોટ તા. ૧૭ :.. જસદણના ખાનપર રોડ પર આવેલ સીટ કવરની દુકાનમાં બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય એન્ટી નાર્કોટીકસ વિંગની ટીમે દરોડો પાડી એક આરોપીને રૂા. ૩૪ હજારનાં ૬૯ર ગ્રામ ગાંજા સાથે ઝડપી લઇ ફરાર અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.
જસદણની ગેબનશા સોસાયટી શેરી નં. ર માં રહેતા અને જસદણમાં ખાનપર રોડ પર ડિલક્ષ સીટ કવર નામે દુકાન ધરાવતાં મૂળ બાબરાના કોટડાપીઠા ગામના અફઝલ હનીફભાઇ સોલંકી (ઉ.રપ) એ તેની દુકાનમાં ગાંજાનો જથ્થો રાખેલ હોવાની બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય એન્ટી નાર્કોટીકસ વિંગની ટીમે દરોડો પાડી તેને ઝડપી લીધો હતો. તપાસ કરતા દુકાનમાંથી રૂા. ૩૪,૬૦૦ ની કિંમતનો ૬૯ર ગ્રામ ગાંજો મળી આવતા ગાંજા, ફોન સહિત કુલ રૂા. ૩૯,૬૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આરોપી અફઝલ અગાઉ બાબરામાં મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. તેની પુછતાછમાં મનોજ ઉર્ફે જોન મહેશભાઇ જેઠવા (રહે. વડલાવાડી, જસદણ)નું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. ફરાર મનોજ ઉર્ફે જોન પણ દારૂ, જૂગાર સહિત ૬ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.
આ કામગીરી એએનડબ્યુના પી. આઇ. જે. એ. ખાચર, પીએસઆઇ જી. જે. ઝાલા, હેડ કો. વિજયભાઇ વેગડ, સુરપાલસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, કો. ચિરાગભાઇ કોઠીવાર, હિતેન્દ્રસિંહ ગોહીલ, એસઓજીના હેડ કો. ચંદુભાઇ પલાળીયા, મયુરભાઇ વિરડા અને કો. વિજયગીરી ગૌસ્વામીએ કરી હતી.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
