News of Monday, 27th July 2026
અમરેલીના વડિયામાં ગૌચરની જમીનને પાવર હાઉસ બનાવવા માટે ફાળવવાના નિર્ણય સામે સ્થાનિક ગ્રામજનો, ખેડૂતોમાં ભારે આક્રોશ
ગૌચરની ૧,૮૦,૦૦૦ ચોરસ મીટર જેટલી વિશાળ જમીનનો હેતુફેર કરી તેને પાવર હાઉસ માટે ફાળવી દેવાતાં વિરોધ: કલેક્ટરને આવેદન આપ્યું

અમરેલીના વડિયામાં ગૌચરની જમીનને પાવર હાઉસ બનાવવા માટે ફાળવવાના નિર્ણય સામે સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો અને માલધારીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. ગૌચરની ૧,૮૦,૦૦૦ ચોરસ મીટર જેટલી વિશાળ જમીનનો હેતુફેર કરી તેને પાવર હાઉસ માટે ફાળવી દેવાતાં વિરોધ દર્શાવવા માટે મોટી સંખ્યામાં લોકો મેદાને આવ્યા છે. ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ અંગેનો ઠરાવ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. સાથોસાથ, તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આ ગૌચરની જમીન પરત સોંપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
