News of Saturday, 25th April 2026
મોરબી જિલ્લાના એગ્રો ડીલરો પડતર પ્રશ્ને સોમવારે હડતાલ પર
ખાતર સાથે ફરજિયાત ટેગિંગ, માર્જિન વધારો અને સેમ્પલ ફેલ જેવી સમસ્યાઓને લઈ એગ્રો ડીલરોમા રોષ

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબી જિલ્લા એગ્રો ડીલર એસોસિએશન દ્વારા વિવિધ પડતર પ્રશ્નો અને નવા કાયદાઓથી પડતી મુશ્કેલીઓ મામલે નાયબ ખેતી નિયામક પરસાણીયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા એગ્રો ઈનપુટ ડીલર એસોસિએશન (AIDA - New Delhi) અને મહારાષ્ટ્રના સંગઠનના આહ્વાનને પગલે મોરબી જિલ્લાના વેપારીઓ 27/04/2026 ના રોજ એક દિવસનો પ્રતીકાત્મક બંધ પાળીને વિરોધ નોંધાવશે.
કૃષિ ઇનપુટ વેપારીઓને લાંબા સમયથી પડતી ગંભીર સમસ્યાઓ સરકાર સમક્ષ અસરકારક રીતે રજૂ કરવા આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. મોરબી જિલ્લા એગ્રો ડીલર એસોસિએશનના પ્રેસિડન્ટ મહેશભાઈ અધારા અને અન્ય હોદ્દેદારોના નેતૃત્વમાં આ બંધને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.
વેપારીઓની મુખ્ય માંગણીઓ
ટેગિંગની સમસ્યા: યુરિયા અને ડીએપી જેવા સબસિડીવાળા ખાતરો સાથે કંપનીઓ દ્વારા બિનજરૂરી ઉત્પાદનો જબરજસ્તી ટેગ કરીને વેચવામાં આવે છે, જે તાત્કાલિક બંધ થવું જોઈએ.
ડીલર માર્જિન: યુરિયા, ડીએપી, એમઓપી અને એનપીકે ખાતરો પર ડીલરને મળતા માર્જિનમાં તાત્કાલિક અને યોગ્ય વધારો કરવામાં આવે.
F.O.R ડિલિવરી: તમામ ખાતરોની સપ્લાય વેપારીઓના વેચાણ કેન્દ્ર સુધી F.O.R (Free on Road/Rail) આધાર પર ફરજીયાત કરવામાં આવે આવે.
કાનૂની સુરક્ષા: સીલબંધ પેકિંગવાળા માલનું સેમ્પલ ફેલ થાય તો વેપારીને દોષિત ગણવાને બદલે સંપૂર્ણ જવાબદારી સંબંધિત ઉત્પાદક કંપનીની નક્કી થવી જોઈએ
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
