News of Friday, 17th July 2026
કચ્છના નલિયામાં એરફોર્સ જવાને જાતે ગોળી ધરબી જીવ દીધો
મૂળ હરિયાણાના ૨૭ વર્ષીય જવાનના આપઘાતનું ઘુંટાતું રહસ્ય, ડ્યૂટીએ જતાં પહેલાં જાતે ત્રણ રાઉન્ડ ફાયર કર્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૭: કચ્છના નલિયા મધ્યે આવેલ એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતાં ૨૭ વર્ષીય જવાનના આપઘાતના બનાવે સનસનાટી સાથે ચકચાર સર્જી છે. મૂળ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના વતની ૨૭ વર્ષીય ભરતરાજ ઓમપ્રકાશ ભારદ્વાજે ડ્યૂટીએ જતા પહેલા ર્પાકિંગમાં પોતાની પાસે રહેલ રાઇફલમાંથી ગરદનથી માથા વચ્ચે જાતે ત્રણ રાઉન્ડ ફાયર કરી પોતાનો જીવ દઈ દીધો હતો. આ ઘટનાને પગલે તાત્કાલિક એરફોર્સ હોસ્પિટલ અને બાદમાં ભુજ મિલિટરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ઘટના સ્થળે જ જવાનનું મોત નીપજયું હતું. કોઠારા પીઆઇ પી.કે. રાડાએ વધુ તપાસ હાથ ધરી છે. જોકે, હરિયાણા થી આવેલ જવાનના માતા પિતા પાસેથી આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એરફોર્સ જવાનના એરફોર્સ સ્ટેશનની અંદર જ આપઘાત કરવાના બનાવે સનસનાટી સાથે ચર્ચા સર્જી છે
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
