<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

જસદણમાં આલ્ફા સંકુલનો ભાંડો ફૂટ્યો :તપાસમાં ડમી સ્કૂલિંગ અને કોચિંગ નેટવર્કનો પર્દાફાશ

નવોદય અને સૈનિક શાળાની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા 697 વિદ્યાર્થીઓ ડમી તરીકે ભણતા હોવાનું સામે આવ્યું

રાજકોટ જિલ્લાના જસદણ સ્થિત આલ્ફા સંકુલ (આલ્ફા ટ્યુશન એન્ડ હોસ્ટેલ) માં એક બાળકીના રહસ્યમય મોત બાદ શિક્ષણ વિભાગની તપાસમાં રાજ્યવ્યાપી ડમી સ્કૂલિંગ અને ગેરકાયદેસર કોચિંગ નેટવર્કનો મોટો પર્દાફાશ થયો છે 

જૂન 2026માં આલ્ફા હોસ્ટેલમાં રહીને ધોરણ-5માં અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થિની આયુષી બલદાણીયાનું બીમારીના કારણે રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું.

આ ગંભીર ઘટના બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) અને શિક્ષણ વિભાગે આ સંકુલ પર તપાસ હાથ ધરી હતી

આલ્ફા સંકુલમાં રહીને નવોદય અને સૈનિક શાળાની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા 697 વિદ્યાર્થીઓ ડમી તરીકે ભણતા હોવાનું સામે આવ્યું છે

આ વિદ્યાર્થીઓ ગુજરાતના અલગ-અલગ 31 શહેરોની સરકારી કે અન્ય શાળાઓમાં સત્તાવાર રીતે નોંધાયેલા (એનરોલ) છે, પરંતુ તેઓ ત્યાં હાજર રહેવાને બદલે જસદણના આ આલ્ફા સંકુલમાં ગેરકાયદેસર રીતે રહીને કોચિંગ મેળવી રહ્યા હતા

જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા માટે ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળામાં અભ્યાસ ચાલુ હોવો અનિવાર્ય છે. આ નિયમનો લાભ ખાટવા માટે વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ (LC) અને હાજરી સરકારી શાળાઓમાં બતાવી, તેમને અહીં ખાનગી હોસ્ટેલમાં રાખીને ડમી સ્કૂલિંગ કરાવવામાં આવતું હતું. 

  • શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ ગાંધીનગર રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકને સોંપવામાં આવ્યો છે.
  • આ નેટવર્ક સાથે જોડાયેલી અન્ય 31 શહેરોની શાળાઓ અને હોસ્ટેલ સંચાલકો સામે કડક કાયદાકીય પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

(1:29 AM IST)