તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે નર્મદાનું જળ કચ્છ માટે મળગજળ ?
પેટા કેનાલોના અભાવે ખેડૂતોને પાણી માટે વલખા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૧: કચ્છમાં નર્મદાનું પાણી ખેતરો સુધી પહોંચાડવાની વાતો વચ્ચે સિંચાઈનું સંકટ યથાવત્ છે. સરદાર સરોવર ડેમ ૯૬.૭૭ ટકા ભરેલો હોવા છતાં કચ્છના ખેડૂતોને તેનો પૂરતો લાભ મળતો નથી. જિલ્લાના ૨૦ મધ્યમ ડેમમાં સરેરાશ માત્ર ૨૯ ટકા જળસંગ્રહ છે, જ્યારે ૧૭૦ નાની સિંચાઈ યોજનાઓમાંથી ૯૭ ડેમ સંપૂર્ણ ખાલી છે.
કચ્છ બ્રાન્ચ કેનાલ બની ગઈ છે, પરંતુ ખેતરો સુધી પાણી પહોંચાડતી ડિસ્ટ્રિબ્યુટરી, માઇનોર અને સબ-માઇનોર કેનાલોનું આશરે ૨,૩૦૦ કિમીનું નેટવર્ક હજુ અધૂરું છે.
પરિણામે નર્મદાનું પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચી શકતું નથી.
પાણીના અભાવે ખેડૂતો પોતાના ખર્ચે ડીઝલ એન્જિન, સબમર્સિબલ પંપ અને લાંબી પાઇપલાઇન નાખીને સિંચાઈ કરવા મજબૂર બન્યા છે. એક તરફ પાણીની અછત અને બીજી તરફ સિંચાઈના અધૂરા કામો ખેડૂતોની મુશ્કેલી વધારી રહ્યા છે. પેટા કેનાલોનું નેટવર્ક કયારે પૂર્ણ થશે અને કચ્છના ખેડૂતોને નર્મદાનું પાણી કયારે મળશે તે સવાલ યથાવત્ છે
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
