<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

અમિતભાઇ શાહ વર્ચ્‍યુઅલ જોડાશેઃ જામનગર જીલ્લા સહકારી બેન્‍કની મુખ્‍ય કચેરીની આધુનીક વિશાળ ઇમારતનું કાલે ઉદઘાટન

બેઠક રોડ પર ૨૫ હજાર ચો.ફુટ જમીન પર કરાયું નિર્માણઃ રાજયના સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી પણ જોડાશેઃ જી.એસ.સી.બેંકના ચેરમેન અજયભાઈ પટેલે રહેશે ઉપસ્‍થિતઃ હાલારના સાંસદ-ધારાસભ્‍યો-સહિતના સ્‍થાનિક રાજકિય અગ્રણીઓ અતિથી વિશેષ તરીકે ઉપસ્‍થિત રહેશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૭: જામનગર જિલ્લા સહકારી બેંકની મુખ્‍ય કચેરીના અત્‍યાધુનિક અને વિશાળ ઈમારત ‘‘સહકાર ભવન''નું ઉદ્દઘાટન કેન્‍દ્રિય ગળહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્‍તે આવતીકાલે સાંજે થશે. તેઓ વર્ચ્‍યુઅલ રીતે આ સમારોહમાં જોડાશે.

આ અંગેની વિગતો આપતાં જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેનશ્રી જીતુભાઈ લાલે જણાવ્‍યું છે કે, હાલારના સહકારી ક્ષેત્રની આ બેંકની મુખ્‍ય કચેરી છેલ્લા ૬૭ વર્ષથી જયાં કાર્યરત હતી, ત્‍યાં જગ્‍યા ટુંકી પડતાં નવી ઈમારત માટે બોર્ડ ઓફ ડાયરેક્‍ટર્સ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ માટે મહાપ્રભુજી બેઠક રોડ પર ૨૫ હજાર ચો.ફુટ જમીન પસંદ કરવામાં આવ્‍યા પછી ૪૭ હજાર ચો. કુટ આંધકાષ કરવામાં આવ્‍યું છે. જેમાં ભોંયતળીયું અને ચાર મજલાનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. જેમાં અદ્યતન-વિશાળ લોકરરૂષ તેમજ ખેડુતો-સભાસદો માટે રાત્રિ રોકાણની સવલત માટે વાતાનુકુલિત રૂષો અને તેઓને માત્ર રૂા.૫૦માં શુધ્‍ધ-સાત્‍વિક ભોજન મળી રહે તે માટે કેન્‍ટીનની સગવડ પણ આપવામાં આવી છે. અને બેંકની જરૂરીયાત મુજબ અધિકારીઓ-કર્મચારીઓને બેઠક વ્‍યવસ્‍થા સાથે સેમીનાર-મીટીંગ માટે અલાયદો વિશાળ હોલ પણ બનાવવામાં આવ્‍યો છે.

જામનગર જિલ્લા સહકારી બેંકની આ નવનિર્મિત મુખ્‍ય કચેરીની ભવ્‍ય ઈમારતનું ઉદ્દઘાટન કેન્‍દ્રિય ગળહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ્દ હસ્‍તે આવતીકાલ તા.૨૮-૦૭-૨૬ના સાંજે ૪-૩૦ કલાકે વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિ સાથે થશે. જેમાં રાજયના સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી પણ વર્ચ્‍યુઅલી જોડાશે.

આ ઉદ્દઘાટન સમારોહમાં કો.ઓ.બેંક ઓફ ઇન્‍ડિયાના ચેરમેન તેમજ ગુજરાત સ્‍ટેટ કો. ઓ. બેંકના ચેરમેને અજાભાઈ પટેલ સવિશેષ ઉપસ્‍થિત રહેશે. આ ઉપરાંત રાજયના શિક્ષણ મંત્રી (રાજયકક્ષા) શ્રીમતી રિવાબા જાડેજા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, સાંસદ (રાજયસભા) શ્રી જીતેન્‍દ્રભાઈ કણઝારીયા, પ્રદેશ ભાજપના સહકારીતા સેલના અધ્‍યક્ષ શ્રી બિપીનભાઈ પટેલ (ગોતા), ધારાસભ્‍યો સર્વશ્રી રાઘવજીભાઈ પટેલ, પબુભા માણેક, દિવ્‍યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, હેમતભાઇ ખવા, જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણી, દ્વારકા જિ.પં.ના પ્રમુખ શ્રીમતી ગોરીબેન હાથીયા, જામનગરના મેયર શ્રીમતી મોનિકાબેન વ્‍યાસ, શહેર ભાજપ પ્રમુખ શ્રીમતી બીનાબેન કોઠારી, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનોદભાઈ ભંડેરી, દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મથુરાભાઈ ગઢવી અતિથી વિશેષ તરીકે આ ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્‍થિત રહેશે.

આ સમારોહમાં જોડાવા હાલારની સહકારી અગ્રણીઓને ખેડુતો અને જાહેર જનતાને બેંકના ચેરમેન જીતુભાઈ લાલ અને બોર્ડ ઓફ ડાયરેકટર દ્વારા આમંત્રજ્ઞ પાઠવવામાં આવ્‍યું છે.

(1:24 PM IST)