તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Wednesday, 15th April 2026
અમરેલી ડમ્પરે બાઇકને હડફેટે લેતા પતિનું મોતઃ પત્નિને ગંભીર ઇજા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૧પઃ હનુમાનપરા ગુણાતીતનગ૨માં રહેતા મનોજભાઈ મોહનભાઈ દેસાઈ ઉ.વ.૩૪ તથા તેમના પત્નિ નીમીષાબેન મનોજભાઇ દેસાઈ ઉ.વ.૩૨ પોતાનું બાઇક લઇને અમરેલીથી ભુરખીયા દર્શન કરવા જતા હતા. ત્યારે તા.૧૨-૪-૨૬ના સાંજના ૧૭ કલાકે ડમ્પર જી.જે.૧૪ એ.ટી.૯૯૮૯ ના ચાલકે પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી મનોજભાઇના બાઇક સાથે ભટકાવી અકસ્માત કરી મનોજભાઈનું ઘટના સ્થળે મોત નીપજાવી પાછળ બેઠેલા તેમના પત્નિ નીમીષાબેન મનોજભાઈ દેસાઇને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી ડમ્પર સ્થળ ઉપર મુકી ચાલક નાસી ગયાની રાકેશભાઈ મોહનભાઈ દેસાઇએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રાજુલા બસ સ્ટેન્ડમાં નાગેશ્રીના વળધ્ધ ખેડુતનું ખીસ્સુ કપાયું
રાજુલા બસ સ્ટેન્ડમાં નાગેશ્રીના વળધ્ધ ખેડુત દડુભાઈ ગીગાભાઈ બોરીચા ઉ.વ.૭૦ રાજુલા યાર્ડમાં કપાસ વહેચી રૂા. ૨૦,૦૦૦પોતાના પેન્ટના ડાબા ખીસ્સામાં રાખી નાગેશ્રી જવા રાજુલા બસ સ્ટેશને આવેલ અને બસમાંચડતા હોય ત્યારે કોઇ અજાણ્યા શખ્સે પેન્ટના ખીસ્સામાં રાખેલ રોકડ રૂ.૨૦,૦૦૦ નજર ચુકવી ચોરી ગયાની ફરિયાદ નોંધાવી છે.
લીલીયાના સનાળીયામાં
બે યુવાન ઉપર હુમલો
સનાળીયા ગામે સાગરભાઈ ભીખાભાઈ મકવાણા ઉ.વ.૨૫ ના મોટાભાઈ અજયભાઈ મકવાણાના નામ ઉપર ફાઇનાન્સથી આજથી આશરે દોઢેક વર્ષ પહેલા યુવરાજ ભરતભાઈ ઢીમેચાએ અજયભાઈના નામ ઉપર બાઇક લીધેલ હોય જેના હપ્તા ભરવા પ્રશ્ને ે અજયભાઇ અને યુવરાજના પિતા ભરતભાઇ વચ્ચે વાદ વિવાદ થયેલ જેના કારણે યુવરાજ તથા મહેન્દ્ર તનસુખભાઇ ઢીમેચાએ ગાળો બોલી ઢીકાપાટુ વડે મુંઢમાર માર્યાની લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
