News of Sunday, 26th April 2026
અમરેલી પોલીસ બની પ્રજાનો સાચો મિત્ર: જરૂરિયાતમંદ મતદારોને વાહન દ્વારા પહોંચાડ્યા મતદાન મથક સુધી
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 દરમિયાન વૃદ્ધો અને દિવ્યાંગોને પોલીસ સ્ટાફે આપ્યો સહારો, “પોલીસ પ્રજાનો મિત્ર” સૂત્રને કર્યું સાર્થક; મતદારોમાં ખુશીની લહેર

અમરેલી તા.૨૬ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 દરમિયાન અમરેલી જિલ્લા પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસ સ્ટાફ દ્વારા જરૂરિયાતમંદ, વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવામાં મદદ કરવામાં આવી હતી.
જિલ્લાના વિવિધ મતદાન મથકો પર ફરજ બજાવતા પોલીસ જવાનોએ ચાલી ન શકતા વૃદ્ધો તેમજ દિવ્યાંગ મતદારોને પોતાના વાહનોમાં બેસાડીને મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા અને મતદાન કરાવીને પરત ઘરે પણ મૂકી આવ્યા હતા. પોલીસની આ કામગીરીથી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક થતું જોવા મળ્યું હતું.
ઉનાળાની કાળઝાળ ગરમી અને શારીરિક અશક્તિને કારણે મતદાન મથક સુધી ન પહોંચી શકતા અનેક મતદારો માટે પોલીસ દેવદૂત બની હતી. પોલીસની મદદથી મતદાન કરી શકનાર વૃદ્ધ મતદારોએ પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી.
અમરેલી જિલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ, ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેની સાથે નાગરિકોનો મતાધિકાર ન છૂટે તે માટે પોલીસ તંત્ર કટિબદ્ધ છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે માનવીય અભિગમથી કામ કરવું એ પોલીસની પ્રાથમિકતા છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
