News of Saturday, 15th August 2026
ધ્રોલ તાલુકામાં યોજાયેલ ભવ્ય તિરંગા યાત્રામાં સર્જાયો દેશભક્તિનો માહોલ
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણી અને ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલ તિરંગા યાત્રામાં અંદાજે ૧૫૦૦ જેટલા લોકો ઉત્સાહભેર સહભાગી થયા

જામનગર: ભારતની આઝાદીના અમૃત મહોત્સવની ભાવનાને ઉજાગર કરવા જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ભવ્ય “તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાના પ્રારંભે ભારતીય સેનાના નિવૃત્ત જવાનોનું સન્માન કરી તેમના દેશપ્રત્યેના યોગદાનને વંદન કરવામાં આવ્યું હતું.
તિરંગા યાત્રાનો પ્રારંભ પોલિસ સ્ટેશન ધ્રોલ ખાતેથી થયો હતો. ત્યાંથી ગાંધી ચોક, ત્રિકોણ બાગ ચોક ખાતે યાત્રા પૂર્ણ થઈ હતી. યાત્રામાં દેશભક્તિના નારા અને રાષ્ટ્રધ્વજ સાથે નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અંદાજીત ૧૫૦૦થી વધુ લોકોએ તિરંગા યાત્રામાં ભાગ લઈ રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ પ્રસરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણી, ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, અગ્રણીઓશ્રી ડો.વિનોદભાઈ ભંડેરી, ધ્રોલ નગરપાલિકાના પ્રમુખશ્રી વિનુભાઇ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી પી.પી.લિંબાસિયા, અગ્રણીઓ, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચીફ ઓફિસરશ્રી, પોલીસ તથા હોમગાર્ડના જવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો, ધ્રોલની વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ-શિક્ષકો તેમજ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
