News of Monday, 6th July 2026
બહેનના મૈત્રી કરારથી નારાજ ભાઈએ સ્કૂટર ઉપર જીપ ચઢાવી બહેન, તેના મિત્ર અને પુત્રને મારી નાખવાનો પ્રયાસ
ભુજના મખણા ગામ નજીક બનેલી ઘટનાથી ચકચાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૬: ભુજ નજીક મખણા ગામ નજીક સ્કૂટર ઉપર સ્કોર્પિયો જીપ ચઢાવી અકસ્માત સર્જવાના પ્રયાસે ચકચાર સર્જી છે. આ બાબતે માનકુવા પોલીસ સ્ટેશને રમીલાબેન રામજી સીજુએ પોતાના સગા ભાઈ દિનેશ રામજી સીજુ સામે ફરિયાદ નોંધાવી છે. રમીલાબેન મૈત્રી કરાર સાથે રહે છે એવા તેમના મિત્ર ધનજી કાનજી મારવાડા અને બંનેના પુત્ર દીક્ષિત ત્રણેય બાઈક ઉપર સુખપરથી ભડલી ગામે જતા હતા ત્યારે તેમના ભાઈ દિનેશ સીજુ એ સ્કોર્પિયો જીપથી બાઈકને ટક્કર મારી હતી. ટક્કર બાદ તેઓ ત્રણેય બાઈક સાથે રમીલાબેન, ધનજી અને દીક્ષિત રસ્તા ઉપર પડી જતા ફરી બાઈક ઉપર સ્કોર્પિયો જીપ ચડાવી દીધી હતી. જેના કારણે રમીલાબેનને ગંભીર ઇજાઓ પહોંચી છે. પોલીસે ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
