તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Friday, 13th November 2026
માળિયા હાટીનામાં શ્રી સ્વામી નારાયણ મંદિરમાં અન્નકોટ યોજાયો

માળીયાહાટીઃ સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષના દિવસે અન્નકોટ યોજાયો હતો. મોહનથાળ મેસુબ મગજના લાડુ બુંદીના લાડુ અડદિયા ટોપરાપાક મોતિયા લાડુ મીઠા સાટા બરફી સહિત ના વિવિધ મિસ્ટાનો અને તીખા ગાઠીયા ભાવનગર ગાંઠીયા ચંપકઅલી ગાંઠિયા સેવ મીઠી પુરી ખારી પૂરી જીરા પુરી શક્કર પારા ફાફડા સહિત વિવિધ જાતના ફરસાણો અને ડ્રાય ફ્રુટનો અન્નકોટ શ્રી સ્વામિનારાયણ ભગવાનની આગળ ધરાવવામાં આવ્યો હતો. પૂજારી શ્રી જસ્મીનભાઈ જોશી એ સાંજે ૫ વાગે અન્નકૂટની મહા આરતી ઉતારી હતી. મોટી સંખ્યામાં સત્સંગી હરિભક્તો તેમજ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો. (અહેવાલઃમહેશ કાનાબાર)
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
