<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

જૂનાગઢ જવાહર રોડ સ્‍થિત શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર ખાતે અન્નકૂટ ઉત્‍સવની ભવ્‍ય ઉજવણી

અસંખ્‍ય હરિભક્‍તોએ લીધો દર્શનનો લાભઃ ચેરમેન પી.પી. સ્‍વામી અને કોઠારી ધર્મ કિશોરદાસજી સ્‍વામી દ્વારા અન્નકૂટ ઉત્‍સવનું આયોજનઃ મંદિરમાં ભક્‍તિનો માહોલઃ મંદિરમાં ભગવાનને વિવિધ પ્રકારના અન્ન, મિઠાઈઓ, ફરસાણ અને ફળોનો ભવ્‍ય અન્નકૂટ ધરાવવામાં આવ્‍યો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૧૩:  જૂનાગઢ જવાહર રોડ સ્‍થિત શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર ખાતે આજે ચેરમેન પી.પી. સ્‍વામી અને કોઠારી ધર્મ કિશોર દાસજી સ્‍વામી દ્વારા અન્નકૂટ ઉત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

અન્નકૂટ ઉત્‍સવ નિમિત્તે મંદિરમાં ભગવાનને વિવિધ પ્રકારના અન્ન, મિઠાઈઓ, ફરસાણ અને ફળોનો ભવ્‍ય અન્નકૂટ ધરાવવામાં આવ્‍યો હતો, આ અન્નકૂટના દર્શન માટે સવારથી જ મોટી સંખ્‍યામાં હરિભક્‍તો મંદિર ખાતે ઉમટી પડ્‍યા હતા, હરિભક્‍તોએ ભગવાનના દર્શન કરીને ધન્‍યતા અનુભવી હતી અને અન્નકૂટના પ્રસાદનો લાભ લીધો હતો, આ અંગે મંદિરના મેનેજર પ્રફુલભાઈ કાપડિયાએ જણાવ્‍યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નકૂટ ઉત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં અસંખ્‍ય હરિભક્‍તો અને દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો, મંદિરમાં સમગ્ર દિવસ દરમિયાન ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું, જેને લઈને સમગ્ર વાતાવરણ ભક્‍તિમય બની ગયું હતું. (તસવીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:32 AM IST)