News of Wednesday, 4th November 2026
જામનગરમાં ભાજપના વિવિધ સેલમાં ઇન્ચાર્જ-સહ ઇન્ચાર્જની નિમણુંક

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૪ : ભારતીય જનતા પાર્ટી, જામનગર મહાનગર સંગઠનને વધુ સુદ્રઢ અને સક્રિય બનાવવા સંગઠનાત્મક જવાબદારીના ભાગરૂપે વિવિધ સેલમાં ઇન્ચાર્જ તથા સહ-ઇન્ચાર્જશ્રીઓની નિમણંક કરવામાં આવી છે.
પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ અનિરૂધ્ધભાઇ દવે અને શહેર સંગઠન પ્રભારી ધનસુખભાઇ ભંડેરીના માર્ગદર્શન હેઠળ નિમણુંક કરાઇ છે.
જેમાં લીગલ, સહકારીતા, બુધ્ધીજીવી, પુર્વ સૈનિક, વ્યવસાયીક, આર્થીક, વેપારી, સાંસ્કૃતિક સ્થાનીક સ્વરાજ, ધર્મસ્થાન, ડોકટર, શિક્ષણ, માવીમાર, લઘુ ઉદ્યોગ, દિવ્યાંગ, અન્ય ભાષા ભાષી, રમત ગમત, શ્રમીક, એનજીઓ, એનઆરઆર સેલમાં હોદેદારોની વરણી કરાઇ છે.
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
