<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

રાજુલાના નાના રીંગણીયાળા ગામે નદીના પટમાંથી એક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર

ભારે વરસાદના કારણે વૃદ્ધ પાણીમાં તણાઈ ગયા હોવાની આશંકા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નાના રીંગણીયાળા ગામે નદીના પટમાંથી એક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ ભારે વરસાદના કારણે વૃદ્ધ પાણીમાં તણાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન વૃદ્ધ ગામમાં એકલા રહેતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

(6:37 PM IST)