<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

અર્જુનભાઈ મોઢવાડિયાએ દિવાળીના દિવસે પોરબંદરના બજારમાં કરી સ્થાનિક ખરીદી : વોકલ ફોર લોકલનો સંદેશ આપ્યો : વેપારીઓ સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીએ સ્થાનિક વેપારીઓ અને રેકડી ધારકો પાસેથી ખરીદી કરીને લોકોને પણ સ્થાનિક ખરીદી કરવા કરી અપીલ

અમદાવાદ : ગુજરાત સરકારના  વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે દિવાળીના દિવસે પોરબંદરના બજારમાં સ્થાનિક વેપારીઓ અને રેકડી ધારકો પાસેથી દિવાળીની ખરીદી કરીને વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કર્યો હતો.

        દિવાળીના પાવન પર્વ નિમિત્તે ગુજરાત સરકારના  વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરની મુખ્ય બજારમાં પહોંચ્યા હતા અને ત્યાં સ્થાનિક વેપારીઓ, નાના દુકાનદારો અને રેકડી ધારકો પાસેથી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી હતી.

      આ દરમિયાન ગુજરાત સરકારના  વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વેપારીઓ સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી હતી અને તેમને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ ગુજરાત સરકારના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અન્ય લોકોને પણ પોતાની ખરીદી સ્થાનિક વેપારીઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવાની અપીલ કરી હતી.

ગુજરાત સરકારના  વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ

 જણાવ્યું હતું કે જ્યારે આપણે સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરીએ છીએ ત્યારે આપણા પૈસા આપણા જ શહેરમાં રહે છે અને સ્થાનિક રોજગારને વેગ મળે છે, વોકલ ફોર લોકલ એ માત્ર સૂત્ર નથી પણ આત્મનિર્ભર ભારત તરફનું એક મોટું પગલું છે.સ્થાનિક કારીગરો, વેપારીઓ અને નાના રેકડી ધારકોને પ્રોત્સાહન મળે તે માટે દરેક નાગરિકે આ દિવાળીએ સ્થાનિક ખરીદીને પ્રાધાન્ય આપવું જોઈએ.

 .           ગુજરાત સરકારના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની આ સરળ પહેલથી બજારમાં ખરીદી કરી રહેલા લોકોમાં અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વેપારીઓએ પણ અર્જુનભાઈ મોઢવાડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

(11:13 PM IST)