<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

પોરબંદરમાં ગુરૂપૂર્ણિમાએ પૂ. ભાઇશ્રીના આશિર્વાદ મેળવતા અર્જુનભાઇ મોઢવાડિયા : જનકલ્‍યાણ માટે પ્રાર્થના

સત્‍યનારાયણ મંદિર, ભાવેશ્વર રામનાથ સંકીર્તન ઓમકારેશ્વર સહિત વિવિધ મંદિરોમાં અર્જુનભાઇએ દર્શન-પૂજન કર્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩૦ : જ્ઞાન, ગુરુપૂર્ણિમાના અવસરે રાજ્‍યના વન અને પર્યાવરણ મંત્રી તથા  ધારાસભ્‍ય  અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર શહેરના વિવિધ મંદિરોમાં દર્શન કરી મહંતઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

મંત્રીએ  અર્જુનભાઇ મોઢવાડિયા શ્રી  હરિ મંદિર ખાતે પૂજ્‍ય ભાઈ રમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્‍યમાં યોજાયેલા ગુરુપૂર્ણિમા મહોત્‍સવમાં ઉપસ્‍થિત રહી તેમના પ્રેરણાદાયી અને મૂલ્‍યલક્ષી પ્રવચનનો લાભ લીધો હતો. આ પ્રસંગે તેમણે ભાવપૂજન કરી પૂજ્‍ય ભાઈના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અને જનકલ્‍યાણ માટે પ્રાર્થના કરી હતી.

ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ   શહેરના  સત્‍યનારાયણ મંદિર,  ભાવેશ્વર મહાદેવ મંદિર,  રામનામ સંકીર્તન મંદિર તથા  ઓમકારેશ્વર મહાદેવ મંદિરે દર્શન-પૂજન કરીને રાજ્‍યના સુખ-સમળદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે મંદિરના પૂજ્‍ય મહંતઓનું સન્‍માન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાથે  રાજ્‍ય અને દેશના સર્વાંગી વિકાસ, સમાજમાં સુખ-સમળદ્ધિ, શાંતિ અને જનકલ્‍યાણ માટે પ્રાર્થના કરી સૌને ગુરુપૂર્ણિમાના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી  પ્રવીણ ખોરાવા, શહેર ભાજપ પ્રમુખ  લક્કિરાજ વાળા, અગ્રણી  સામતભાઈ ઓડેદરા સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. 

(12:43 PM IST)