News of Wednesday, 15th April 2026
ચોટીલાના અકાળા ગામે નશીલા પદાર્થ જથ્થા સાથે ઝડપાયો

વઢવાણ, તા.૧૫: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આ દરમિયાન એએનટીએફ સીઆઈડી ક્રાઈમ રાજકોટ ઝોનની ટીમે ચોટીલા તાલુકાના અકાળા ગામેથી નશીલા પદાર્થ પોસ ડોડવા અફીણના ઠાલીયાના જથ્થા સાથે એક ઇસમને ઝડપ્યો છે.
એએનટીએફ સીઆઈડી ક્રાઈમ રાજકોટ જોન ટીમને મળેલ બાતમીના આધારે પીઆઈ જે.જે.ચૌહાણ સહિતની ટીમે ચોટીલાના અકાળા ગામના રહેવાસી ભરતભાઈ કડવાભાઈ ધોળકિયાના મકાનમાંથી એક કિલો ૫૦૦ ગ્રામ પોસડોડવા અફીણના ઠાલીયા રૂ. ૨૨,૫૦૦નો કિંમતનો મુદામાલ કબ્જે કરેલ છે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
