<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

મેંદરડા પાસે વિદેશી દારૂ સાથે ઝડપાયા

જુનાગઢ તા. પઃ ઇગ્‍લીંશ દારૂનો ધંધાર્થી બહાદુર દિલુ બાબરીયા રહે.જુનાગઢ વાળાએ ઇંગ્‍લીંશ દારૂનો જથ્‍થો લઇ આવવા પોતાના સાગરીત કાળુ ખુમાર રહે.મેંદરડા તથા જયદિપ ઉર્ફે મોગલ દડુ રહે.મેંદરડા વાળાઓ એક સફેદ કલરની બોલેરો ગાડી વંથલી તરફથી મેંદરડા તરફ ઇગ્‍લીંશ દારૂનો જથ્‍થો લઇને આવતા હોય તે દરમ્‍યાન આ બોલેરો ગાડીના ડ્રાઇવર કાળુ ખુમારએ ખોરાસા(આહિર) ગામથી થોડે દુર પહોચતા સરકારી બોલેરો ગાડી જોતા તેમણે બોલેરો ગાડી રોડની સાઇડમાં ઉભી રાખી ડ્રાઇવર કાળુ ખુમાર અને જયદિપ ઉર્ફે મોગલ દડુ ભાગી ગયેલ તેમનો પીછો કરતા મળી આવેલ ન હોય બાદ તેમની બોલેરો ગાડી ચેક કરતા તેના પાછળના ભાગે બ્‍લુ કલરના કેમીકલ ભરવાના કેરબામાં ઇંગ્‍લીંશ દારૂનો જથ્‍થો તથા અન્‍ય મુદામાલ મળી કુલ રૂ.૪,૫૧,૧૧૯/-કબજે કરી ભાગેલ ઇસમ કાળુ ખુમાર રહે,મેંદરડા તથા જયદિપ ઉર્ફે મોગલ દડુ રહે.મેંદરડા તથા હાજર નહી મળી આવેલ ઇસમ બહાદુર દિલુ બાબરીયા રહે.જુનાગઢ વાળા વિરૂધ્‍ધ પ્રોહીબીશનનો ગુન્‍હો રજી. કરાવી આગળની કાર્યવાહી માટે વંથલી પો.સ્‍ટે. સોપી આપેલ છે.આ કામગીરી  પોલીસ ઇન્‍સ્‍પેકટર કે.જી.મોડ પો.સ.ઈ.આર.જી.ચુડાસમા,  બી.ડી.માવદિયા એ.એસ.આઇ.ગીરૂભા પ્રદ્યુમનસિંહ તથા પો.હેડ કોન્‍સ. મહેન્‍દ્રભાઇ દાનાભાઇ તથા પો.કોન્‍સ. પ્રવિણસિંહ પીઠાભાઇ, અરવિંદભાઇ રસીકભાઇ તથા ડ્રાઇવર એ.એસ.આઇ. પ્રદ્યુમનસિંહ રતુભાએ કરી હતી. 

(11:23 AM IST)