તા. ૧૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૭ સોમવાર
News of Monday, 16th November 2026
ધરતી આબા બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતી ઉજવણીના ભાગ રૂપે ૧૫૧ જીવનચરિત્ર પુસ્તકોનું વિતરણ

(રામસિંહ મોરી) સુત્રાપાડાઃ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક અને જનજાતીય અધિકારોના રક્ષક તથા ‘‘ધરતી આબા'' તરીકે શ્રદ્ધેય ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે શ્વાસ સંસ્થા દ્વારા આયોજિત પ્રતિભા સન્માન સમારોહમાં તેમના જીવનચરિત્ર ધરાવતા કુલ ૧૫૧ પુસ્તકોનું વિતરણ સામાજિક કાર્યકર ભગવાનભાઈ સોલંકીના દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બિરસા મુંડાના જીવન, સંઘર્ષ, વિચારો, જનજાતીય ગૌરવ, જમીન-જંગલના અધિકારો તથા સમાજ પ્રત્યેના સેવાભાવ વિશે ઉપસ્થિત યુવાનો અને નાગરિકોને માહિતી અપાઈ હતી. બિરસા મુંડાએ બ્રિટિશ શાસન, જમીનદારો અને મહાજનોના શોષણ સામે આદિવાસી સમાજના હક્કો અને જલ, જંગલ, જમીનના અધિકારો માટે ઐતિહાસિક સંઘર્ષ કર્યો હતો.
આ પુસ્તક વિતરણ કાર્યક્રમનો મુખ્ય હેતુ ધરતી આબા બિરસા મુંડાના પ્રેરણાદાયી જીવનની કથા નવી પેઢી સુધી પહોંચાડવાનો, તેમના વિચારોને જીવંત રાખવાનો તથા જનજાતીય ગૌરવ, સ્વાભિમાન અને સામાજિક જાગળતિ વધારવાનો રહ્યો હતો. બિરસા મુંડાની જન્મ જયંતી ૧૫ નવેમ્બરે દેશભરમાં જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
