News of Monday, 13th July 2026
દેવતણખી ધામ મજેવડીમાં અષાઢી બીજ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે
તારીખ ૧૫ અને ૧૬ બીજ મહોત્સવમાં ભજન સત્સંગનો ત્રિવેણી સંગમઃ ૧૧૫મી રથયાત્રા પરંપરા મુજબ નીકળશેઃ ખોબા જેવડા ગામમાં માનવ મહેરામણ ઉમટી પડશેઃ સમગ્ર દેશમાં વસતા લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજના લોકો દર્શનાર્થે ઉમટી પડશે : લુહાર સમાજના કુલભુષણ સંત શ્રી દેવતણખીબાપા પુત્રી લીરલબાઈ એ અષાઢી બીજના દિવસે જીવતા સમાધિ લીધેલી ત્યારથી અત્યાર સુધી ચેતન સમાજમાં અનેક પરચાઓ મળ્યા છે સમગ્ર દેશના ભાવિક ભક્તજનો અષાઢી બીજ મહોત્સવમાં પધારે છે

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૧૩: ધોરાજી જૂનાગઢ વચ્ચે આવેલ મજેવડી ખાતે આજથી વર્ષો પહેલા અષાઢી બીજના પાવન પ્રસંગે સમગ્ર ગરવા ગિરનારની ગોદમાં તપોભૂમિ રહી છે એવા મજેવડી ગામે લુહાર સમાજ ના સંત શ્રી દેવતણખી દાદા અને તેમની પુત્રી લીરલબાઈ એ દેવાયત પંડિત ના રથ નો ધરો સાંધવા બાબતે ચમત્કાર સર્જાયો હતો જે ઘટના પછી નાના એવા ગામના લોકોને ચમત્કારની ખબર પડતાં ભગવાનથી વિશેષ સંત ન હોય એ ભાવનાથી સંત શ્રી દેવતણખી દાદા અને તેમની પુત્રી લીરલબાઈ અષાઢી બીજ ના શુભ મુહૂર્ત એ જીવતા સમાધિ લીધેલી એ પછી આજે સમગ્ર ભારત વર્ષમાં ચેતન સમાધી દેવતણખી ધામ મજેવડી ખાતે અષાઢી બીજ મહોત્સવ ઉજવવામાં આવે છે
આ સમયે દેવતણખી ધામ મજેવડી ના પ્રમુખ શાંતિલાલ ગોહિલ જુનાગઢ, ઉપપ્રમુખ રાજેશભાઈ પિત્રોડા માહિતી આપતા જણાવેલ કે ધોરાજી જૂનાગઢ વચ્ચે આવેલ મજેવડી ગામ ખાતે ચેતન સમાધી સ્થાન એટલે મજેવડી દેવતણખી ધામના મહંત શાષી વિઠ્ઠલભગત સાનિધ્ય માં અષાઢી બીજ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે
તારીખ ૧૫ ને બુધવારના રોજ અષાઢી બીજ મહોત્સવનો પ્રારંભ થશે જેમાં સવારે ૬/ ૩૦ કલાકે પ્રાંત આરતી થશે બાદ સવારે ૭:૩૦ કલાકે રાંદલમાના ૫૧ લોટા તેડવામાં આવશે જેની વિધિ જેન્તીભાઈ ડોડીયાળા વાળા દ્વારા કરવામાં આવશે બપોરે ૧૧ કલાકે રાંદલમાં ના લોટા ની ગોરણી હાપ્રસાદ યોજાશે સાંજે ૪ થી ૭ વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ રાસોત્સવ સ્ટેજ પ્રોગ્રામ યોજાશે સાંજે ૭:૧૫ એ મહા આરતી યોજાશે અને રાત્રિના ૮ વાગે મહાપ્રસાદ બાદ રાત્રે ૯:૩૦ કલાકે ભવ્ય સંતવાણી લોક ડાયરો યોજાશે
તારીખ ૧૬ને ગુરૂવાર ના રોજ અષાઢી બીજ ના રોજ સવારે ૬:૩૦ કલાકે મહાપૂજા આરતી બાદ સવારે ૯:૩૦ કલાકે પરમ પૂજ્ય સંત શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ. દેવતણખી ધામના પુજારી વિઠ્ઠલદાસ બાપુ તેમજ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી મહાદેવ ભારતી વગેરે સાધુ સંતો ની હાજરીમાં અષાઢી બીજ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે
દેવતણખી ધામ ખાતે સમગ્ર દેશમાં વસતા ભામાશા નું સન્માન કરવામાં આવશે આ પ્રસંગે અતિથિ વિશેષ પદે ઉદ્યોગપતિ તેમજ ભામાશા પરસોતમભાઈ બચુભાઈ પિત્રોડા (દાસ કાકા) તેમજ જુનાગઢ અન્નપૂર્ણા વિભાગના દાતાશ્રી શામજીભાઈ ખેમજીભાઇ કવા ૨૦૨૫ ભોજન મહાપ્રસાદ ના દાતા રાજેશભાઈ પી.પીત્રોડા ગોંડલ જે.પી પિત્રોડા ચેરીટેબલ ટ્રસ્ટ વીગેરે દાતાશ્રીઓ ૨૦૨૬ ના દાતાશ્રીઓ તેમજ સુરતના વલ્લભભાઈ પરમાર જયંતીભાઈ હણસોરા સુરત તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ના રાષ્ટ્રીય અગ્રણી અને શ્રી સમસ્ત દેશાવર લુહાર જ્ઞાતિની વાડી ભવનાથના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ નિવૃત્ત મામલતદાર આર કે પંચાલ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે
સવારે ૧૦ કલાકે વિશાળ ધર્મ સભા યોજાશે આ ધર્મસભામાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીબાપુ મહામંડલેશ્વર મહાદેવ ભારતીબાપુ તેમજ સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરમાંથી આવેલા લુહાર સુથાર પંચાલ વિશ્વકર્મા સમાજના આગેવાનો ભામાશા તેમજ દાતાશ્રીઓ ખાસ ઉપસ્થિત રહેશે અને દેવતણખી ધામ ટ્રસ્ટી મંડળ દ્વારા મહાનુભાવો નું સન્માન કરવામાં આવશે બાદ બપોરે ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે
દેવતણખી ધામ મજેવડી ખાતે ૧૧૫ મી રથયાત્રા વિવિધ શણગારેલા ફલોટ સાથે દેવતણખીધામ મજેવડી મંદિર ખાતે થી પ્રારંભ થશે જે મજેવડી ગામના વિવિધ માર્ગોઉપર ફરશે અને દેવતણખી દાદા ના જુના નિવાસસ્થાન ખાતે માતાજી લીરલબાઈ ના મામેરા બાદ સાંજે ૬કલાકે ધ્વજારોહણ અને રાત્રીના ૧૦ રામદેવજી મહારાજ ના પાઠ યોજાશે
આ સાથે સંસ્થાના ટ્રસ્ટી જયંતીભાઈ પરમાર ડોડીયાળા વાળા દ્વારા દર વર્ષે આયોજિત દેવતણખી દાદા ના જીવન ચરિત્ર ઉપર ધાર્મિક પ્રદર્શન યોજવામાં આવે છે ,
તેમજ ૧૧૫ મી રથયાત્રાના પાવન પ્રસંગે વિવિધ શણગારેલા ફલોટ પણ તેઓ રજુ કરશે
જુનાગઢ તથા શાપુરના લુહાર સમાજના સોથી વધારે યુવાનો સમગ્ર અષાઢી બીજ મહોત્સવમાં વ્યવસ્થાના ભાગરૂપે સેવા આપશે.
અષાઢી બીજ મહોત્સવને સફળ બનાવવા માટે દેવતણખી ધામના ટ્રસ્ટીશ્રીઓ શ્રી દેવતણખીધામ ટ્રસ્ટી મંડળ પ્રમુખ શાંતિલાલ ગોહેલ, ઉપપ્રમુખ રાજેશભાઈ પિત્રોડા, મંત્રી રમેશભાઈ કારેલીયા, ખજાનચી પ્રવિણભાઈ કારેલીયા, પુરૂષોતમભાઈ (દાસભાઈ)પિત્રોડા, અમદાવાદ વલ્લભભાઈ ત્રિભોવનભાઈ પરમાર, સુરત મહેશભાઈ ગોહેલ, જેન્તીભાઈ હરસોરા સુરત જગદીશભાઈ કારેલીયા, નિરંજનભાઈ પરમાર, મનોજભાઈ વાઘેલા, સ્વ.ભીખાભાઈ ડોડીયા પરિવાર, હરેશભાઈ પીઠવા, જેન્તીભાઈ પરમાર, (ડોડીયાળા) દિનેશભાઈ કારેલીયા, મજેવડી ધીરજલાલ ગોહેલ, વિગેરે ટ્રસ્ટીશ્રીઓ તેમજ ધોરાજી જૂનાગઢ ગોંડલ જેતપુર વિસ્તારના સમાજના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે
આ સાથે અષાઢી બીજ મહોત્સવને સફળ બનાવવા માટે મજેવડી ગ્રામ પંચાયત સરપંચ શ્રી તેમજ તલાટી કમ મંત્રીશ્રી તેમજ શહેરના તાલુકાના આગેવાનો અને જુનાગઢ તાલુકા પોલીસ દ્વારા સહયોગ મળી રહ્યો છે
કાર્યક્રમમાં સંચાલન પિયુષભાઈ લુહાર મહુવા દ્વારા કરવામાં આવશે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
