News of Monday, 13th July 2026
પરબધામમાં પૂ. કરશનદાસબાપુના સાનિધ્યમાં અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે
કાલથી ત્રિદિવસીય લોકમેળોઃ હોમ, હવન, પૂજન અર્ચન, નિશાન પૂજન, સંતવાણી સહિતના કાર્યક્રમોઃ ભાવિકો ઉમટશે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૩: પુરાણ ગ્રંથો માં પણ જેનો ઉલ્લેખ કરાયેલો જોવા મળે છે.તેવી અતિ પ્રાચિન અને પ્રસિધ્ધ જગ્યા શ્રી સત સરભંગ આશ્રમ પરબધામ ખાતે તા.૧૬ અષાઢીબીજ સ્વયંભુ મહોત્સવ ની ધામધૂમપૂર્વક ધાર્મિક ઉજવણી કરાશે.જેને લઇ ને અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
તા.૧૪ થી તા.૧૬ દરમિયાન ત્રિદિવસીય મેળાનું આયોજન પણ કરાયું છે. આજથી અંદાજે સાડા ત્રણસો વર્ષ પહેલાં અષાઢીબીજ નાં પાવન દિવસે પરબધામ માં સંત દેવિદાસ બાપુ અને અમર માં એ જીવતા સમાધી લઇ સ્વર્ગ સિધાવ્યાં હતાં.ત્યાર થી પરબધામ ખાતે અષાઢીબીજ ની ઉજવણી થઇ રહી છે જે આજ સુધી યથાવત રહીછે.
અષાઢીબીજ નાં પરબધામ ખાતે દેશ વિદેશ નાં અંદાજે ૧૮ થી ૨૦ લાખ ભાવિકો ઉમટી પડેછે.અહીની આંબાવાડી નાં ભોજનાલય માં તમામ ભોજન પ્રસાદ ગ્રહણ કરેછે.
મહાકાય રસોડા માંથી ટ્રેકટર નાં ટ્રેલર માં ચોખ્ખા ઘી નો શીરો ભોજનાલય માં ઠલવાતો હોય કે માથોડા જેટલા ઉંડા મોટાં ટોપીયા માં દાળ શાક ઠલવાતા હોય તેવા દ્રશ્ય નો લ્હાવો લેવો અનેરો છે.
અહી ઉમટેલી લાખો લોકોની જનમેદની સ્વયંમ શિસ્ત જાળવતી હોય કયારેય કોઈ દુર્ઘટના થતી નથી.તે હકીકત પરબ ની જગ્યા નું સત્ બતાવી જાય છે.
ભુખ્યાને ભોજન એ પરબધામ ની પરંપરા રહીછે.
પુરાતન ભજનો માં પણ પરબધામ નો ઉલ્લેખ સાંભળવા મળે છે.તેવી પ્રાચિન અને પાવન પરબધામ માં અષાઢીબીજ સ્યયંભુ મહોત્સવ અંતર્ગત તા.૧૪ મંગળવાર સવારે નવ કલાકે સાંસ્કળતિક મેળો પુ.કરશનદાસ બાપુ નાં હસ્તે ખુલ્લો મુકાશે.તા.૧૫ બુધવાર નાં સવારે સાત કલાકે
વિષ્ણુયાગ , તથા પર્જન્યયાગ યજ્ઞ નો પ્રારંભ કરાશે.તા.૧૬ ગુરૂવાર નાં સવારે સાત કલાકે પુ.કરશનદાસ બાપુ નાં હસ્તે નિશાન પુજન કરાશે.રાત્રે સંતવાણી નાં કાર્યક્રમ માં નામી ભજનીકો અલખ ની આરાધ જગાવશે.
પરબધામ નાં મહંત સંત પુ.કરશનદાસ બાપુ ની નિશ્રા માં હજારો સેવકો અષાઢીબીજ મહોત્સવ ને સફળ બનાવવાં જહેમત ઉઠાવી રહ્યા છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
