News of Tuesday, 14th July 2026
સોરાષ્ટ્ર-કચ્છમાં અષાઢી બીજ ભવ્યતાથી ઉજવાશે પરબધામમાં કાલથી મેળો
શ્રી જગન્નાથજી ભગવાનની ભવ્ય રથયાત્રાનું આયોજનઃ કચ્છીમાડુઓ નવુ વર્ષ ઉજવશેઃ ભાવિકોમાં ભારે ઉત્સાહ

રાજકોટ, તા.૧૪: રાજકોટ સહિત સોરાષ્ટ્ર-કચ્છમાં તા.૧૬ને ગુરૂવારે અષાઢી બીજની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે કચ્છી માડુઓ નવા વર્ષને આવકારશે.
સોૈરાષ્ટ્ર-કચ્છમાં શ્રી જગન્નાથજી ભગવાનની ભવ્ય રથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,સૌરાષ્ટ્રના આસ્થાના કેન્દ્ર સમાન ભેંસાણ તાલુકાના પરબધામ ખાતે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે યોજાતા બે દિવસીય પરંપરાગત મેળાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. મંદિર ટ્રસ્ટ અને સ્વયંસેવકો દ્વારા છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ વર્ષે તા. ૧૫ અને ૧૬ જુલાઈ ૨૦૨૬ના રોજ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૫ના રોજ સવારે પરબધામના મહંત પૂજ્ય કરશનદાસ બાપુના શુભ હસ્તે મેળાનો ઙ્કારંભ કરવામાં આવશે. તેની સાથે જ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો ઙ્કારંભ થશે અને ધ્વજા-નિશાન ચડાવવાની ધાર્મિક વિધિ કરવામાં આવશે. તા. ૧૬ના રોજ પણ સવારથી સાંજ સુધી ભજન-કીર્તન, ઙ્કવચન અને ઙ્કસાદ વિતરણનો કાર્યક્રમ યથાવત રહેશે.
મંદિર તંત્ર દ્વારા લાખોની સંખ્યામાં આવનારા ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મુખ્ય રસોડામાં ૨૪ કલાક ભોજન-પ્રસાદ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ૨૦૦૦થી વધુ સ્વયંસેવકો સેવા આપશે. આરોગ્ય વિભાગ દ્વારા ૨ મેડિકલ કેમ્પ અને એમ્બ્યુલન્સની સુવિધા રાખવામાં આવી છે. પીવાના શુદ્ધ પાણી માટે ટેન્કર અને પાણીના સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે.
બાળકો અને યુવાનો માટે મેળાના મેદાનમાં ચકડોળ, હીંચકા અને ખાણીપીણીના ૧૦૦થી વધુ સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે. ટ્રાફિક અને ભીડ નિયંત્રણ માટે પોલીસ, હોમગાર્ડ અને ખાનગી સુરક્ષા કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વાહનો માટે અલગ ર્પાકિંગ ઝોન બનાવવામાં આવ્યા છે.
આ વર્ષની સૌથી મોટી વિશેષતા એ છે કે મેળાના તમામ મુખ્ય કાર્યક્રમો અને રાત્રીના સમયે યોજાનાર સંતવાણીના કાર્યક્રમનું પરબધામની અધિકળત વેબસાઈટ અને સોશિયલ મીડિયા પેજ પરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેના કારણે ગુજરાત સહિત દેશ-વિદેશમાં વસતા ભક્તો પણ ઘરે બેઠા દર્શન કરી શકશે.
પરબધામનો અષાઢી બીજનો મેળો માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ તે સૌરાષ્ટ્રની ગ્રામ્ય સંસ્કળતિ, ભાઈચારા અને સેવાનું પ્રતીક પણ છે. મંદિર ટ્રસ્ટના હોદ્દેદારોએ તમામ ભક્તોને શાંતિ અને વ્યવસ્થા જાળવીને દર્શન કરવાની અપીલ કરી છે.
જસદણ
(હિતેશ ગોસાઈ-હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણઃ જસદણમાં આગામી અષાઢી બીજના પાવન દિવસે રથયાત્રા નીકળવાની છે ત્યારે જસદણ શહેરના નાગરિકોનો ઉત્સાહ આભને આંબ્યો છે ભગવાનના ગગનભેદી જયઘોષ વચ્ચે હજજારો જસદણવાસીઓ ભક્તિના રંગમાં રંગાશે આ તકે રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અને જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયા, જસદણ શહેર ભાજપપ્રમુખ વિજયભાઈ રાઠોડ, જસદણ નગરપાલિકાના વર્તમાન પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી, કારોબારી ચેરમેન કાજલબેન ઘોડકીયા સભ્યો જલ્પાબેન કુબાવત, ગભરુભાઈ ધાધલ, વિરમભાઇ મેવાડા સહિતના આગેવાનોએ આ પાવન પર્વ પર નાગરિકોને શુભેચ્છા અને શુભકામના પાઠવી છે તેમણે જણાવ્યું હતું કે અષાઢી બીજમાં નવી પેઢીને પણ ભારતીય સંસ્કળતિ, સનાતન, પરંપરા અને ભગવાન જગન્નાથજીની આસ્થા જોડાયેલી હોય તેથી આસ્થા અને સંસ્કળતિને કોઈ સરહદો બાંધી શકતી નથી તેથી લોકોમાં આ પર્વ ઉજવવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ભગવાન જગન્નાથજી દરેક નાગરિકોના અરમાન ઈચ્છા પૂર્ણ કરે એવી અંતમાં શુભકામના આગેવાનોએ વ્યક્ત કરી હતી. (૩.૯)
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
