તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
જામનગરમાં જય વછરાજ મિત્ર મંડળ દ્વારા અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી
સવારે શોભાયાત્રા, સાંજે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજનઃ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૬: દજય વછરાજ મિત્ર મંડળ - જામનગર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ અષાઢી બીજ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી ગઢવાળા વાછરાદાદાની અસીમ કૃપા અને મા મેલડીના આશીર્વાદ સાથે હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવશે.
મહોત્સવ અંતર્ગત દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.સવારે ૯ કલાકે દાદાની ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર નીકળી છે. સાંજે ૬:૩૦ કલાકે શ્રી વાછરાદાદાની દિવ્ય મહાઆરતી યોજાશે. સાંજે ૭ કલાકે તમામ ભક્તજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે
જય વછરાજ મિત્ર મંડળ દ્વારા જામનગરની સમગ્ર ધર્મપ્રેમી જનતાને આ પાવન અવસરે ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
