તા. ૨૯ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૯ શનિવાર
News of Wednesday, 20th May 2026
ખાખરેચીમાં સીસીટીવી કેમેરા ફીટ કરતી વખતે અશ્વીનને કરંટ લાગ્યો
છાતી-પેટના ભાગે દાઝી જતાં રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૨૦: મોરબીમાં નવલખી રોડ પર પટેલ વાડીમાં રહેતો અશ્વીન રમેશભાઇ ડાભી (ઉ.વ.૨૨) નામનો યુવાન નજીકના ખાખરેચી ગામની ગોૈશાળા ખાતે સીસીટીવી કમેરા ફીટ કરતો હતો ત્યારે હાથ ઉપરથી પસાર થતી વિજલાઇનને અડી જતાં કરંટ લાગતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. અશ્વની બે ભાઇ અને ત્રણ બહેનમાં બીજો છે અને અપરિણીત છે. તેના કહેવા મુજબ ગોશાળામાં કેમેરા ફીટીંગ કરતી વખતે પતરા ઉપરથી પસાર થતી વિજલાઇનને ભુલથી હાથ અડી જતાં દાઝી ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે માળીયા મિંયાણા પોલીસને જાણ કરી હતી.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
