તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
જુનાગઢ આરટીઓના ઈન્સ્પેકટર સામે એટ્રોસિટી, માર મારી વીડિયો ઉતાર્યો
એજન્ટની ફરિયાદ, રિવોલ્વર બતાવી માફી મંગાવી અપમાનિત કર્યાનો આરોપ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨ : જુનાગઢ આરટીઓના ઈન્સ્પેકટર સામે એજન્ટે ગંભીર આરોપ સાથે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના ઝાંઝરડા ગામ નવા પ્લોટ વિસ્તારમાં રહેતા આરટીઓ એજન્ટ મીતીલ ઉર્ફે ધર્મેશભાઈ બાબુભાઈ રાઠોડે ગઈકાલે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ આરટીઓ કચેરી ખાતે ગત નવેમ્બર માસમાં જ્યારે તેના અસીલને ડ્રાઈવિંગ ટેસ્ટ સમજાવવા ગયા હતા, ત્યારે ઈન્સ્પેકટર પંચાલે તારે અહી આવવાનુ નહી તને ના પાડવા છતા તુ અહી કેમ આવ્યો? તેમ કહી ઉશ્કેરાઈ જઈ વાળ પકડી કચેરીની અંદર લઈ જઇ ત્રણ-ચાર ઝાપટો મારી હતી.
તેમજ ઇન્સ્પેકટર પંચાલે પોતાની પાસે રહેલી રિવોલ્વર બતાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, ડરાવી-ધમકાવી તેની પાસે માફી મંગાવી હતી અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. તેમજ ઈન્સ્પેકટરે ફોન પર પણ ધમકી આપી ફરીથી કચેરીએ બોલાવી માર મારી હવે પછી ક્યારેય આરટીઓ કચેરીએ નહીં આવવું તેવું લખાણ કરાવી લીધું હતું.
આ ઘટના અંગે એજન્ટ મીતીલ રાઠોડે એસપી ઉપરાંત કલેકટર કચેરીમાં રજૂઆત કર્યા બાદ અંતે ગઈકાલે ફરિયાદ કરતા તાલુકા પોલીસે એટ્રોસિટી એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. વધુ તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર ચલાવી રહ્યા છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
