<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

ભાવનગરના અમરગઢ ગામે નાઇટ પેટ્રોલીંગના પોલીસ સ્‍ટાફ ઉપર હૂમલો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર, તા.૨૨: અમરગઢ (જીંથરી) ગામે મોડી રાત્રે પેટ્રોલીંગ કરી રહેલી પોલીસ ટીમ પર બે શખ્‍સોએ  હુમલો કર્યો હતો. શંકાસ્‍પદ જણાતા એક બાઈક ચાલકની પૂછપરછ કરતા ઉશ્‍કેરાયેલા શખ્‍સે પોતાના કુંટુંબીને લાકડી સાથે બોલાવી પોલીસ અને GRD જવાન પર હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ સોનગઢ પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલ શક્‍તિસિંહ રવજીભાઈ કાઠીયા તેમના સ્‍ટાફના ભૈયપાલસિંહ, GRD આસિફભાઈ અને હોમગાર્ડ જવાન સાથે સરકારી બોલેરોમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા. ત્‍યારે મોડી રાત્રે  અમરગઢ ગામે SBI બેન્‍ક પાસે એક ઈસમ હીરો સ્‍પ્‍લેન્‍ડર સાથે શંકાસ્‍પદ હાલતમાં ઊભો હતો. પોલીસે તેની ઓળખ પૂછતા તેણે પોતાનું નામ અમિતભાઈ ભોળાભાઈ રબારી રહે. અમરગઢ જણાવી ‘તમને મને પૂછવાનો કોઈ અધિકાર નથી' કહી પોલીસ સાથે જીભજોડી કરી હતી. અમિતે ઉશ્‍કેરાઈ જઈ શક્‍તિસિંહને પકડી લીધા હતા અને મારી નાખવાની ધમકી આપી પોતાના કુટુંબી નિલેશભાઈ રબારીને લાકડી લઈને બોલાવ્‍યો હતો.

 નિલેશ રબારીએ આવીને શક્‍તિસિંહને માથાના ભાગે લાકડી મારવાનો પ્રયાસ કરતા તેઓ નમી ગયા હતા, પરંતુ વાંસાના ભાગે ઈજા પહોંચી હતી. વચ્‍ચે પડવા ગયેલા ઞ્‍ય્‍ઝ જવાન અજયભાઈ પરમારને પણ મોઢાના ભાગે લાકડી વાગતા બે ટાંકા આવ્‍યા હતા. સરકારી ગાડીના ચાલક ભૈયપાલસિંહે વચ્‍ચે પડી અમિતને ઝડપી લીધો હતો, જ્‍યારે નિલેશ ભાગી છૂટયો હતો. આ બનાવ અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરી ઈજાગ્રસ્‍તોને સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. સોનગઢ પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:27 AM IST)