<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

ભાવનગરમાં કોમ્‍બિંગ વેળા પોલીસ પર કાર ચઢાવી મારી નાંખવાનો પ્રયાસઃ બે આરોપી ઝડપાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા): ભાવનગર તા.૧૮:  ગત રાત્રિના સુમારે એસ.પી.ની ખાસ સૂચનાથી ભાવનગર શહેરભરમાં પોલીસ દ્વારા સઘન કોમ્‍બિંગ નાઈટ રાઉન્‍ડનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ દરમિયાન બોરતળાવ પોલીસ મથકનો સ્‍ટાફ કુંભારવાડા વિસ્‍તારમાં પેટ્રોલીંગ અને ચેકિગમાં હતો. કુંભારવાડાના મોતીતળાવ રોડ તરફથી આવી રહેલી એક શંકાસ્‍પદ સફેદ રંગની સ્‍વિફટ કાર (નંબરઃ GJ 04 DN 1972)ને પોલીસે રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ, કારચાલકે ગાડી ઊભી રાખવાને બદલે પુરપાટ ઝડપે આગળ હંકારી મૂકી હતી.

પોલીસ ટીમમાં સામેલ પોલીસ કોન્‍સ્‍ટેબલ જયદીપસિહ ટેમુભા અને હારિતસિહ શત્રુઘ્‍નસિહે ત્‍વરિત કારનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. કાર કુંભારવાડા, માઢિયા રોડ પર આવેલી શેરી નંબર ૧૯ના નાકે પહોંચતા જ આરોપીઓએ પોલીસ કર્મચારીઓ પર કાર ચઢાવી દઈ તેમને કચડી નાંખવાનો નાપાક પ્રયાસ કર્યો હતો. આટલેથી ન અટકતા, કારચાલકે ગાડી રિવર્સમાં લીધી હતી અને ૅહું ભાગું છું, તો પણ મારો પીછો કરો છો? આજે તો તમને પૂરા કરી નાંખવા છેૅ તેમ મોટેથી બૂમો પાડી ફરીથી પોલીસ કર્મચારીઓને મારી નાંખવાના ઈરાદે કાર ચઢાવવાની નાકામ કોશિશ કરી હતી.

ઘટના બાદ બંને શખ્‍સો વાહન મૂકીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્‍યારે જ સજાગ બનેલી પોલીસે તાત્‍કાલિક દોડી જઈને બંનેને ઘેરી લીધા હતા. ઝબ્‍બે કરાયેલા આરોપીઓની પૂછપરછમાં તેમની ઓળખ રાકેશ ઉર્ફે ભાલી ગગજીભાઈ મકવાણા (રહે. ખાર વિસ્‍તાર, મહમદી મસ્‍જિદ પાસે, કુંભારવાડા) અને રાકેશ ઉર્ફે કુંભાર રાજુભાઈ સરવૈયા (રહે. માઢિયા રોડ, શેરી નં.૧, આંબેડકરનગર-૧, કુંભારવાડા) તરીકે થઈ હતી. પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી લોકઅપ હવાલે કર્યા છે.

આ સમગ્ર હુમલા અને સરકારી કર્મચારી પર જાનલેવા પ્રયાસ અંગે પો.કો. જયદીપસિહ ટેમુભાઈની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસ મથકમાં આરોપીઓ સામે ભારતીય ન્‍યાય સંહિતા (BNS)ની કલમ ૧૦૯ (૧) અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ ડી.કે.ચોસલા દ્વારા ચલાવવામાં આવી રહી છે.

 

 

(10:44 AM IST)