News of Wednesday, 4th November 2026
ગોંડલ માર્કેટ યાર્ડમાં દિવાળી પર્વ નિમિત્તે એક સપ્તાહનું વેકેશન જાહેર : જુઓ વિડીયો
તા. ૬ થી ૧૩ નવેમ્બર દરમિયાન ખરીદ-વેચાણની કામગીરી બંધ રહેશે : યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા

ગોંડલ તા.૪ : દિવાળી તથા નૂતનવર્ષના તહેવારોને અનુસંધાને ગોંડલના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટ યાર્ડ) દ્વારા એક સપ્તાહનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, તહેવારો નિમિત્તે યાર્ડમાં તા. ૬ થી ૧૩ નવેમ્બર દરમિયાન કુલ ૮ દિવસ ખરીદ-વેચાણ અને હરરાજીની કામગીરી બંધ રહેશે.દિવાળી તથા નૂતનવર્ષના પર્વ દરમિયાન યાર્ડમાં હરરાજી અને ખરીદ-વેચાણની કામગીરી બંધ રહેવાની હોવાથી ખેડૂતોને રજાના દિવસો દરમિયાન પોતાનો માલ વેચવા માટે યાર્ડમાં નહીં લાવવા અપીલ કરવામાં આવી છે.યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા એ ખેડૂતોને રજાના દિવસોની નોંધ લેવા તેમજ કોઈ અગવડતા ન પડે તે માટે અગાઉથી આયોજન કરવા વિનંતી કરી છે. સાથે જ ખેડૂતોને જાહેર કરવામાં આવેલી રજાઓને ધ્યાનમાં રાખીને પોતાનો માલ યાર્ડમાં લાવવા અંગે યોગ્ય આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.(તસવીર : ભાવેશ ભોજાણી- ગોંડલ)
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
