News of Sunday, 15th November 2026
અપહરણ અને પોક્સોના ગુનામાં ફરાર આરોપીને શોધી કાઢવામાં બાબરા પોલીસને સફળતા
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નિણામા ગામેથી આરોપીને ઝડપી પાડ્યો, બાબરા પોલીસની સર્વેલન્સ ટીમની પ્રશંસનીય કામગીરી

બાબરા : બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ તથા પોક્સો (POCSO)ના ગંભીર ગુનામાં ફરાર આરોપી અને ભોગ બનનારને શોધી કાઢવા બાબરા પોલીસને સફળતા મળી છે. બાબરા પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કામગીરી હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
આ સમગ્ર કામગીરી ભાવનગર રેન્જના આઈ.જી.પી. શ્રી આર.વી. અસારી સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. તેમજ વિભાગીય પોલીસ અધિકારી લાઠી વિભાગના માર્ગદર્શનથી બાબરા પોલીસને આ સફળતા મળી હતી.
બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.બી. ઓસુરા સાહેબની રાહબરી હેઠળ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી તપાસનો દોર આગળ ધપાવ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નિણામા ગામ ખાતેથી આરોપી અલ્પેશભાઈ દેહુરભાઈ સાકળીયા (ઉંમર વર્ષ 23)ને શોધી કાઢી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બાબરા પોલીસની આ સફળ કામગીરીથી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા પોલીસ તંત્રની સક્રિયતા અને પ્રતિબદ્ધતા ફરી એકવાર સામે આવી છે.
કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ:
- પો.ઇન્સ. શ્રી એમ.બી. ઓસુરા
- એ.એસ.આઈ. કિરણભાઈ સોલંકી
- એ.એસ.આઈ. રાજુભા વાઘેલા
- હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ કોઠાર
- પો.કોન્સ. જગદીશભાઈ રામાણી
- પો.કોન્સ. ગોવિંદભાઈ રાતડિયા
- પો.કોન્સ. વિજયસિંહ ચાવડિયા
- પો.કોન્સ. ભારતભાઈ મકવાણા
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
