<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

વિંછીયાના બળવંતભાઈ રાઘવાણી ૩૦ મિનિટમાં ૨૮ લાડુ ખાઈ ગયા

તરણેતર મેળામાં લાડુ ખાવાની અનોખી સ્‍પર્ધા : લાડુ સ્‍પર્ધામાં જિલ્લામાંથી ૨૫થી ૭૫ વર્ષની વયના અંદાજે ૨૮ સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો

અમદાવાદ, તા. ૧૬ : થાન તાલુકામાં યોજાઈ રહેલા વિશ્વ પ્રસિદ્ધ તરણેતર ભાતીગળ લોકમેળામાં ગ્રામીણ ઓલિમ્‍પિક્‍સ અંતર્ગત અનોખી લાડુ ખાવાની સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પરંપરાગત મેળાની મોજ સાથે યોજાયેલી આ સ્‍પર્ધા જોવા માટે મોટી સંખ્‍યામાં મેળારસિકો, ગ્રામજનો અને અધિકારીઓ ઉમટી પડ્‍યા હતા.

સુરેન્‍દ્રનગરના થાન તાલુકામાં યોજાઈ રહેલા વિશ્વપ્રસિદ્ધ તરણેતર લોકમેળામાં ગ્રામીણ ઓલિમ્‍પિક્‍સ અંતર્ગત અનોખી લાડુ ખાવાની સ્‍પર્ધા યોજાઈ હતી. પરંપરાગત મેળામાં યોજાયેલી આ સ્‍પર્ધાએ મેળામાં આવેલા લોકોનું ખાસ ધ્‍યાન ખેંચ્‍યું હતું.

૨૮ સ્‍પર્ધકોએ લીધો ઉત્‍સાહપૂર્વક ભાગ : આ લાડુ સ્‍પર્ધામાં જિલ્લામાંથી ૨૫થી ૭૫ વર્ષની વયના અંદાજે ૨૮ સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. ૩૦ મિનિટની સમયમર્યાદામાં દાળ સાથે તૈયાર કરાયેલા બેસન અને ખાંડના લાડુ ખાવાના હતા. સ્‍પર્ધકોમાં શરૂઆતથી જ જીત માટે ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

૩૦ મિનિટમાં ૨૮ લાડુ આરોગી જીત મેળવી : સ્‍પર્ધામાં વિંછીયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે નિર્ધારિત ૩૦ મિનિટના સમયગાળામાં કુલ ૨૮ લાડુ ખાઈ પ્રથમ સ્‍થાન મેળવ્‍યું હતું. સ્‍પર્ધાના અંતિમ તબક્કામાં પાંચ સ્‍પર્ધકો વચ્‍ચે જીત માટે રસાકસી જોવા મળી હતી.

મેળારસિકોમાં પણ જોવા મળ્‍યો ઉત્‍સાહ : લાડુ ખાવાની આ અનોખી સ્‍પર્ધા જોવા માટે મોટી સંખ્‍યામાં મેળારસિકો, ગ્રામજનો અને અધિકારીઓ એકઠા થયા હતા. સ્‍પર્ધા દરમિયાન લોકોનો ઉત્‍સાહ અને રોમાંચ સતત જોવા મળ્‍યો હતો.

વિજેતાને રૂ.૨ હજારનું રોકડ ઇનામ : પ્રથમ ક્રમે વિજેતા બનેલા બળવંતભાઈ રાઘવાણીને ASP વેદિકા બિહાનીના હસ્‍તે રૂ.૨,૦૦૦નું રોકડ પુરસ્‍કાર આપવામાં આવ્‍યું હતું. તરણેતર મેળાની પરંપરાગત ઉજવણી વચ્‍ચે યોજાયેલી આ સ્‍પર્ધા લોકો માટે ખાસ આકર્ષણનું કેન્‍દ્ર બની હતી.

તરણેતરનો મેળો તેની ભાતીગળ પરંપરા, લોકસંસ્‍કળતિ અને વિવિધ અનોખી સ્‍પર્ધાઓ માટે જાણીતો છે. ગ્રામીણ ઓલિમ્‍પિક્‍સ અંતર્ગત યોજાયેલી આ લાડુ સ્‍પર્ધાએ મેળામાં આવેલા લોકોનું ખાસ ધ્‍યાન ખેંચ્‍યું હતું. બળવંતભાઈ રાઘવાણીને પ્રથમ સ્‍થાન મેળવવા બદલ એએસપી વેદિકા બિહાનીના હસ્‍તે રોકડ રૂ. ૨,૦૦૦નું ઇનામ આપવામાં આવ્‍યું હતું. ત્‍યારે પરંપરા સાથે મનોરંજનનો સંગમ જોવા મળતાં સ્‍પર્ધા મેળાનું એક ખાસ આકર્ષણ બની હતી.

(10:41 AM IST)