<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

બાડમેર ભુજ ખાનગી લક્ઝરી બસમાં દારૂની હેરાફેરી: પોલીસે ચોર ખાનામાં છુપાવેલ ૩.૨૯ લાખનો જથ્થો ઝડપ્યો

દારૂબંધી વચ્ચે નવા નુસખાઓ થકી કચ્છમાં રેલવે, ખાનગી બસ વ્યવહાર , આંગડિયા અને ટ્રાન્સપોર્ટ કંપની મારફતે દારૂ ઘુસાડવાના પ્રયાસો વધ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : દારૂબંધી વચ્ચે નવા નુસખાઓ થકી કચ્છમાં રેલવે તેમ જ ખાનગી બસ વ્યવહાર દ્વારા, આંગડિયા અને ટ્રાન્સપોર્ટ કંપની મારફતે દારૂ ઘુસાડવાના પ્રયાસો વધ્યા છે. ત્યારે પીપરાળા ચેકપોસ્ટ ઉપર બનાસકાંઠા પોલીસે બાડમેરથી ભુજ આવતી બસમાં બનાવેલ સ્પેશ્યલ ચોરખાનામાંથી ૩.૨૯ લાખનો વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે જય ભવાની ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં આ જથ્થો ઝડપી પાડ્યા બાદ તેને મોકલનાર અને ડિલિવરી લેનાર અંગે સઘન તપાસ હાથ ધરી છે.

(9:30 AM IST)