<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

ગોંડલના ભંડારીયા ગામે માતાની હાજરીમાં ગાળો બોલતા લાલજીભાઇને મિત્ર નિતીને પતાવી દિધો

ગાળો ન બોલવા સમજાવતા છતા ન અટકતા લાકડી ફટકારી ઢિમ ઢાળી દિધુઃ સુલતાનપુર પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો

રાજકોટ તા.૨૦: ગોંડલના ભંડારીયા ગામે માતાની હાજરીમાં ગાળો બોલતા વેકરી ગામના યુવાનને તેના મિત્રએ જ લાકડી ફટકારી પતાવી દિધો હતો. સુલતાનપુર પોલીસે ગણત્રીના કલાકોમાં જ આરોપીને ઝડપી લઇ ધરપકડ કરી હતી.

મળતી વિગતો મુજબ ફરીયાદી જગદિશભાઇ રમેશભાઈ ડાબસરા  રહે.હાલ શાપર (વે) શીતળામાંના મંદીર પાસે તા. કોટડાસાંગાણી મુળ ગામ મોટી કુંકાવાવ ના ભાઇ લાલજી ઉર્ફે લાલાભાઇ રમેશભાઇ ડાબસરા,રે. વેકરી ગામ તા.ગોંડલ તેમના મિત્ર નીતીન રમણીકભાઇ મકવાણા રહે. હાલ ભંડારીયા ગામ ની સીમ તા.ગોંડલ બહાદુરભાઇ ભીમાભાઇ ગરાણીયાની વાડીમા રાત્રીના સાડા અગીયારેક વાગ્‍યે આરોપીની વાડીએ જમતા હોય ત્‍યારે મરણજનાર લાલજીભાઇ ભુંડાબોલી ગાળો બોલતા આરોપીના માતા પણ વાડીએ હોય જેથી આરોપીએ ગાળો નહી બોલવા સમજાવવા છતા મરણજનાર લાલજીભાઇએ આરોપી ને ભુંડાબોલી ગાળો બોલતા આરોપી એકદમ ઉશ્‍કેરાઇ જઇ મરણજનારને લાકડી વડે માર મારતા માથામા તથા મોઢામા ગંભીર ઇજાઓ પહોંચાડતા લાલજીભાઈ મરણ જતા તેની લાશને મોટી કુંકાવાવ સરકારી દવાખાને લઇ ગયેલ અને તે બાબતે વડીયા પો.સ્‍ટે.તરફથી વર્ધી મળતા લાશનું ઇન્‍કવેસ્‍ટ પંચનામું કરી આરોપી વિરૂધ્‍ધ સુલતાનપુર પો.સ્‍ટે.માં ભારતીય ન્‍યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૩(૧) તથા ગુજરાત પોલીસ એક્‍ટ ૧૩૫ મુજબનો ગુન્‍હો દાખલ થયેલ છે.

દરમ્‍યાન વડીયા પો.સ્‍ટે. દ્વારા હકિકત મળતા રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જુદી-જુદી ટીમો બનાવી એક ટીમને બનાવના સ્‍થળે તથા આરોપીની શોધમાં તથા બીજી ટીમને કુકાવાવ સરકારી દવાખાને જઈને લાસનું ઇન્‍કવેસ્‍ટ પંચનામું ભરવાનું કહેતા આ બનાવની ઉંડાણપૂર્વક તપાસ કરી બનાવના સ્‍થળેથી એક ટીમે આરોપીને રાઉન્‍ડઅપ કરી તેની આગવી ઢબે ઉંડાણપુર્વક પુછપરછ કરતા આરોપીએ પોતે ખૂન કરેલની કબુલાત કરેલ અને બનાવમાં પોતે મરણજનાર ગાળો બોલવાની ના પાડતા મરણ જનાર વધુ ગાળો બોલવા લાગતા આરોપીએ લાકડી વડે માર મારતા મરણ ગયેલનું જણાવેલ હતું.

સુલતાનપુર પોલીસે હત્‍યા કરનાર આરોપી નીતીન રમણીકભાઈ મકવાણા રહે. હાલ ભંડારીયા ગામ ની સીમ, બહાદુરભાઇ ભીમાભાઇ ગરાણીયાની વાડીમા તા.ગોંડલ મૂળ બોરડી સમઢીયાળા તા. જેતપુરની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી સામે અગાઉ જેતપુર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન તથા ઉપલેટા પોલીસ મથકમાં દુષ્‍કર્મનો ગુન્‍હો નોંધાયો છે.

પકડાયેલ આરોપીની વધૂ પૂછતાછ હાથ ધરાઇ છે. વધુ તપાસ સુલતાનપુરના પી.આઇ. ખાચર ચલાવી રહયા છે.

(11:28 AM IST)