<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભાવનાબેન સરવૈયા અને ઉપપ્રમુખ પદે ઇરફાન ચૌધરી ચુંટાયા

કોંગ્રેસે કોળી જ્ઞાતિને પ્રતિનિધિત્‍વ આપ્‍યુ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૬, ગઇ કાલે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભાવનાબેન ગોરધનભાઇ સરવૈયા અને ઉપપ્રમુખ પદે ઇરફાન હુશેનભાઇ ચૌધરી જંગી લીડથી ચુંટાઇ આવતા તેઓને સન્‍માન્‍વા માટે વાંકાનેર તા. પંચાયત ખાતે મોટી સંખ્‍યામાં લોકોએ હાજરી આપી હતી.

વાંકાનેર તાલુકામાં આશરે ૪૦ વર્ષ પહેલા એ.કે. પીરઝાદા ના વખતમાં પ્રમુખ પદે કોળી જ્ઞાતિના હતા હવે ચાર દાયકા બાદ કોંગ્રેસ દ્વારા ફરી કોળી જ્ઞાતિના જ ઉમેદારને જંગી લીડથી જીતાડીને તાલુકા પંચાયતના પ્રમુખ પદે બેસાડીને એક ઉત્તમ દ્રષ્‍ટાંત પુરૂ પાડયું છે. આ કારણે કોળી જ્ઞાતિમાં હર્ષની લાગણી સાથે મોટી સંખ્‍યામાં કોળી સમુદાય આ પ્રસંગે ઉપસ્‍થિત જોવા મળ્‍યો હતો.

અત્રે એ પણ નોંધનીય છે કે, હાલ ચુંટાયેલા પ્રમુખ ભાવનાબેન સરવૈયા અગાઉ મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રુમખ પદે ભાજપ પક્ષેથી ફરજ બજાવી ચુકયા છે. જયારે પ્રમુખના પતિ ગોરધનભાઇ સરવૈયા થોડા સમય પહેલા જ ભાજપના મોટા ગજાના નેતા હતા પણ ભાજપમાં અવાર નવાર તેની ઉપેક્ષાઓ થતા અંતે તેઓ ભાજપ છોડી કોંગ્રેસમાં ચૂંટણી પૂર્વે જોડાયા હતા, પૂર્વ ધારાસભ્‍ય જાવેદભાઇ પીરઝાદાએ  તેઓની કદર કરી કોંગ્રેસમાં માત્ર જ પ્રવેશ નહી પણ તાલુકા પંચાયતની સીટ પર ભાવનાબેન સરવૈયાને લડાવીને જીતાડયા બાદ પ્રમુખપદે પણ આરૂઢ કરેલ છે.

અગાઉની ચુંટાયેલ તા.પં. ની બોડીમાં ભાજપના ૧ર માંથી ૮ કોળી સભ્‍યો હતા તેમ છતાં પણ પ્રમુખ તરીકે કોળી જ્ઞાતિને વંચિત રાખેલ હતી. 

(11:41 AM IST)