News of Monday, 20th July 2026
ઊનાના સોંદરડી ગામના પાંચ વરસ કિશોરનો રિપોર્ટ આવે તે પહેલાં ભાવનગર સારવાર દરમિયાન મૃત્યુ :ચાંદીપુરા વાયરસની શંકા
ગીર સોમનાથ જિલ્લા અને ઊના તાલુકાની આઠ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સોંદરડી ગામમાં સર્વે ચાલુ

( નવીનભાઈ જે જોશી દ્વારા ) ઉના : ઊના તાલુકાના નાના એવા સોંદરડી ગામ ગત તા. ૧૬/૭/૨૬ ના ધીરુભાઈ ગોહિલના પાંચ વરસના દિકરા યુવરાજસિંહને સખત તાવ આવ્યો હતો અને ઉલ્ટી થતી હતી અને પેટમાં દુઃખાવો થતો હોય. બેભાન થઈ જતા પ્રથમ ટીંબી ગામે ખાનગી સારવાર લીધી હતી. પરંતુ રાહત ન થતા મહુવા વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. પરંતુ ત્યાંના તબીબને ચાંદી પૂરા વાઈરસની શંકા જતા ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડ માં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમના લોહીના નમૂના લઈ તપાસ માટે ગાંધીનગર મોકલી આપી સઘન સારવાર શરૂ કરી હતી. જેમાં તબિયત ખરાબ થતા વેન્ટિલેટર ઉપર રાખેલ હતો જે આજે સવારે તેમનું મોત થયું હતું. હજુ સુધી લોહીના નમૂનાનો રિપોર્ટ આવિયો પણ નથી તેથી ચાંદી પૂરા વાઈરસથી મોત થયાનું અનુમાન છે.
તેમનો મૃત દેહ આજે બપોરે તેમના ઘરે સોંદરડી ગામે લાવવામાં આવતા પરિવાર ભાંગી પડ્યો હતો. ધીરુભાઈ ગોહિલના પરિવારમાં એક દીકરી મોટી છે અને યુવરાજ સિંહ વચલો દીકરો અને એક નાનો દીકરો છે. ધીરુભાઈ ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
આજ સવારથી ગીર સોમનાથ જિલ્લાની તેમજ ઊના તાલુકાની કુલ આઠ આરોગ્ય ટીમ ડોક્ટર સાથે સોંદરડી ગામ માં તમામ ઘરોમાં સર્વે કર્યો છે. તેમજ ધીરુભાઈ ગોહિલ પરિવારના તમામ સભ્યોના લોહી ના નમૂના લેવામાં આવ્યા છે. તેમજ ગામમાં IRS જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. હજુ સુધી ચાંદી પૂરા વાઈરસ ધરાવતા લક્ષણો વાળો એક પણ દર્દી જોવા મળ્યો નથી. ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ ચાંદી પૂરા વાઈરસ થી મોતની શંકાથી આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
