News of Monday, 20th July 2026
ભાવનગર જિલ્લામાં અષાઢે અનરાધાર ના બદલે શ્રાવણીયા સરવડા
તળાજામાં એક ઇંચ, જેસર ,સિહોર ,ગારીયાધાર ,પાલીતાણા અને ભાવનગર શહેરમાં વરસાદી ઝાપટા વરસ્યાં

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર:ભાવનગર જિલ્લાના તળાજામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. ક્યારે ગારીયાધાર સિહોર પાલીતાણા અને ભાવનગર શહેરમાં વરસાદના હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા.
આજે સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં સિહોરમાં 3, ગારીયાધાર માં1, પાલીતાણા માં1, તળાજામાં 24 અને જેસરમાં 8 મી.મી. વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારમાં 10 મી.મી.વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુતમ તાપમાન 25.9 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 85 ટકા રહ્યું હતું. અને પવનની ઝડપ 16 કિ.મી .પ્રતિ કલાકની રહી હતી .
સારા વરસાદની અપેક્ષા
પંદર દિવસ પહેલા મેઘરાજા એ તળાજા પંથકમાં વાવણી લાયક વરસી ને કૃપાકર્યાબાદ હવે ફરી જગતતાત ને ખાસ જરૂર છે ત્યારે અનરાધાર વરસવાના બદલે સરવડા સ્વરૂપે એ પણ બે પાંચ કિમિ વિસ્તારમાં વરસી રહ્યોછે.
અષાઢે અનરાધાર વરસવાના બદલે તળાજા પંથકમા શ્રાવણીયા સરવડા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે.જેને લઈ જગતતાત ચિંતામાં મુકાયો છે.કારણકે વાવણી કર્યા ને આજે પંદરેક દિવસ જેટલો સમય થઈગયો છે.જોકે છેલ્લા બે દિવસ થી આકાશી વાતાવરણ મા વરસાદી માહોલ જામ્યો છે.પરંતુ બે પાંચ કિમિ ના વિસ્તાર પૂરતો સીમિત સામાન્ય વરસી ને વિરામ લઈલેછે.ગઈકાલે શહેર ની સોસાયટી વિસ્તાર કરતા જુના ગામતળ અને તેનાથી વધુ ગોરખી ગામમાં ખેતર બહાર પાણીનીકળી ગયા હોય તેટલો વરસી ગયોહતો. આજે બપોર બાદ સાંજ સુધીમાં ત્રણેક વખત જાપટા સ્વરૂપે વરસ્યો હતો.
ઉલ્લેખનીય છેકે શેત્રુંજી ડેમ ભરાઈ જતા ખેડૂતોને હૈયે ટાઢક ચોક્કસ છે.ડેમ નું પાણી દરવાજા ખોલી ને નદી મા વહાવી ને દરિયાસુધી પહોંચાડવાના બદલે બંને કેનાલો મા છોડવામા આવે તો જ્યાં પાણી ની ખેંચ વર્તાઈ રહી છે તેને કામ લાગશે.મોટાભાગના તળાવો હજુ ખાલીછે તે તળાવો ડેમના વધારાના પાણી થી ભરાઈ જશે.જેનો લાભ ખેડૂતો અને સંબધિત ગામના લોકોનો થશે.ભૂગર્ભ જળ સારા થશે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
