News of Tuesday, 1st September 2026
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસ સુધી પહોંચ્યો ફંદો: કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલને દસ દિવસના રિમાન્ડ, ધરપકડનો કુલ આંકડો ઓગણચાલીસ થયો
હવે રાજદીપસિંહના આરોપીઓ સાથેના સંપર્કો, તેણે કઈ રીતે મદદ કરી અને અન્ય કોઈ પોલીસ કર્મચારીની ભૂમિકા હતી કે નહીં તે દિશામાં તપાસ

ભાવનગર: તેર લોકોનો ભોગ લેનારા ભાવનગરના ચકચારી ઝેરી દારૂકાંડમાં હવે પોલીસ કર્મચારીની સંડોવણી સામે આવતાં તપાસે ગંભીર વળાંક લીધો છે.
રાજ્ય મોનિટરિંગ સેલે પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની ધરપકડ કરી છે. અદાલતે આરોપી પોલીસ કર્મચારીના દસ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ રાજદીપસિંહ મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના સંપર્કમાં હતો અને ગુનામાં મદદરૂપ થયાનો આક્ષેપ તપાસમાં સામે આવ્યો છે. તેની ધરપકડ સાથે સમગ્ર કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા ઓગણચાલીસ થઈ છે.
તપાસમાં ઝેરી દારૂમાં અત્યંત જોખમી મિથેનોલ હોવાનું સામે આવ્યું હતું. હવે રાજદીપસિંહના આરોપીઓ સાથેના સંપર્કો, તેણે કઈ રીતે મદદ કરી અને અન્ય કોઈ પોલીસ કર્મચારીની ભૂમિકા હતી કે નહીં તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
