<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ભાવનગર- શિહોર અઢીઃદસાડા- વલ્લભીપુરમાં ર ઇંચ વરસાદ

રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘાવી માહોલ જામતો જાય છે

રાજકોટ તા.૨૩: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધીમે-ધીમે મેઘાવી માહોલ જામતો જાય છે અને આજે ઝાપટાથી માંડીને અઢી ઇંચ વરસાદ પડયો છે. ભાવનગર જીલ્લાના શિહોરમાં અઢી ઇંચ, વલ્લભીપુરમાં ર ઇંચ, સુરેન્‍દ્રનગર જીલ્લાના દસાડામાં પણ ર ઇંચ વરસાદ પડયો છે.

જયારે ભાવનગરના ઘોઘામાં દોઢ અને મહુવામાં ૧ ઇંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત વંથલી, માંગરોળ, કુંકાવાવ-વડીયા, લાઠી, લીલીયા, અમરેલી, સાવરકુંડલા, જાફરાબાદ, રાજુલામાં ઝાપટા વરસ્‍યા છે.

‘અકિલા ફેસબુક લાઇવ' ના શ્રોતા અરવિંદભાઇ ઠક્કર અને નિકુલભાઇ બારોટે જણાવ્‍યુ છે કે, સુરેન્‍દ્રનગરમાં કાલે રાત્રીના ૧રઃ૩૦ વાગ્‍યાથી ધીમીધારે વરસાદ ચાલુ છે. પરેશભાઇ કોટેચાએ જણાવ્‍યુ છે કે હળવદમાં રાત્રીના ૧ર વાગ્‍યાથી વરસાદ ચાલુ છે.  હિરેનભાઇ લોરીયાએ જણાવ્‍યું છે કે મોરબી જીલ્લામાં સવારથી ઝાપટા ચાલુ છે

(4:33 PM IST)