તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Monday, 18th May 2026
ભાવનગર ટર્મિનસ-શકુર બસ્તી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ૨૯ મેથી ૨૬ જૂન સુધી દર શુક્રવારે દોડશે
કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અને સાંસદ શક્તિસિંહ ગોહિલે ૧૧મી માર્ચે રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો

ભાવનગર તા.૧૮: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પヘમિ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનથી ભાવનગર ટર્મિનસ અને શકુર બસ્તી (દિલ્હી) વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ૧૧મી માર્ચે રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો.
ગોહિલે શનિવારે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, મને એ જણાવતા ખુશી થાય છે કે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન મેં આ મુદ્દો ઉઠાવ્યો હતો કે ભાવનગરથી દિલ્હી જવા માટે એક પણ સીધી ટ્રેન ઉપલબ્ધ નથી. મેં એવી પણ માહિતી આપી હતી કે ટ્રેનનો રેક સંપૂર્ણપણે ખાલી પડી રહે છે. મારી રજૂઆત બાદ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. હવે ૨૯ મેથી ભાવનગરથી શકુર બસ્તી (દિલ્હી) અને ૩૦ મેથી શકુર બસ્તીથી ભાવનગર માટે ટ્રેન શરૂ થઈ રહી છે.
ભાવનગરના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ભાવનગર ટર્મિનસ-શકુર બસ્તી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન (ટ્રેન નં. ૦૯૨૫૭) ૨૯ મેથી ૨૬ જૂન સુધી દર શુક્રવારે ભાવનગર ટર્મિનસથી બપોરે ૨: ૨૦ કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે શનિવારે સવારે ૧૦:૫૫ કલાકે શકુર બસ્તી પહોંચશે.
આ જ રીતે, શકુર બસ્તી-ભાવનગર ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન (ટ્રેન નં. ૦૯૨૫૮) ૩૦ મેથી ૨૭ જૂન સુધી દર શનિવારે શકુર બસ્તીથી બપોરે ૧:૧૫ કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રવિવારે સવારે ૮:૫૦ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
બંને દિશામાં આ ટ્રેન ભાવનગર પરા, સિંહોર (ગુજરાત), ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ, ગાંધીગ્રામ, ચાંદખેડા રોડ, મહેસાણા જંક્શન, પાલનપુર જંક્શન, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, અજમેર જંક્શન, કિશનગઢ, ફુલેરા, રિગસ, નીમ કા થાના, નારનૌલ, રેવાડી જંક્શન, ગુડગાંવ અને દિલ્હી કૈંટ સ્ટેશન પર ઊભી રહેશે.
આ ટ્રેનમાં સેકન્ડ ક્લાસ, સ્લીપર, થર્ડ એસી, થર્ડ એસી ઈકોનોમી અને સેકન્ડ એસી ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે. ટ્રેન નં. ૦૯૨૫૭ માટે ટિકિટનું બુકિગ રવિવારથી તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
