<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

ભાવનગરને રિવરફ્રન્ટ મળશે કે પછી આ યોજના માત્ર કાગળો સુધી જ સીમિત રહેશે?

શહેરની મધ્યમાંથી પસાર થતી કંસારા નદીના સજીવીકરણ અને શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈને ફરી પ્રશ્નો ઊભા થયા: કરોડો રૂપિયાનો ખર્ચ અને અનેક વર્ષો વીતી જવા છતાં પ્રોજેક્ટ હજુ અધૂરો

ભાવનગર શહેરની મધ્યમાંથી પસાર થતી કંસારા નદીના સજીવીકરણ અને શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.શહેરવાસીઓને વર્ષોથી કંસારા નદીને રિવરફ્રન્ટના સ્વરૂપમાં વિકસાવવાના સપના બતાવવામાં આવ્યા હતા.પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ અને અનેક વર્ષો વીતી જવા છતાં પ્રોજેક્ટ હજુ અધૂરો જ જોવા મળી રહ્યો છે.હાલ નદીમાં ગંદકી,ડ્રેનેજનું પાણી અને જળવનસ્પતિના કારણે સ્થાનિકોમાં રોગચાળાનો ભય પણ વધી રહ્યો છે.ત્યારે ભાવનગરને રિવરફ્રન્ટ મળશે કે પછી આ યોજના માત્ર કાગળો સુધી જ સીમિત રહેશે તેવો સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

(12:59 AM IST)