News of Sunday, 5th July 2026
ભાવનગરના મહુવામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા : બિલાડી ગામ સંપર્ક વિહોણું બન્યું
બિલડી ગામની શાળા અને આંગણવાડીમાં પાણી ભરાયા: ગામ લોકોની મદદ માટે હજુ સુધી તંત્ર નથી પહોંચ્યુ

ભાવનગર: મહુવામાં એકસામટો 4 ઈંચથી વધુ વરસાદ ખાબકી જતા આફતનો વરસાદ બન્યો છે. ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ જતા બિલડી ગામ સંપર્ક વિહોણુ બન્યુ છે. હાલ ગામની પરિસ્થિતિ ખૂબ વણસી છે. બિલડી ગામની શાળા અને આંગણવાડીમાં પાણી ભરાયા છે. ગામ લોકોની મદદ માટે હજુ સુધી તંત્ર નથી પહોંચ્યુ. 10 વર્ષથી અનેક ગામમાં પાણી ભરાતુ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિકાલ નથી આવ્યો જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
