News of Friday, 19th June 2026
વાંકાનેર નજીક માટેલ રોડ પર આવેલી એડીકોન પેપર પ્રોડક્ટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ
ફાયર વિભાગની 6 જેટલી ફાયર ફાયટર ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી: પેપર મિલમાં મોટી માત્રામાં કાગળનો જથ્થો સંગ્રહિત હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

મોરબી જિલ્લાના વાંકાનેર નજીક માટેલ રોડ પર આવેલી એડીકોન પેપર પ્રોડક્ટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પેપર મિલમાં મોટી માત્રામાં કાગળનો જથ્થો સંગ્રહિત હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 6 જેટલી ફાયર ફાયટર ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે, જ્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
