News of Wednesday, 15th April 2026
ભુજ પોલીસે દૂધના કેનમાં ગોમાંસની હેરાફેરી ઝડપી : ગૌહત્યાના કાયદાનો ભંગ કરનારને સખ્ત સજાની માંગ
સરકારે ગૌહત્યા નિષેધનો કાયદો ઘડ્યા છતાં કચ્છમાં ગૌહત્યાના બનાવોનો સિલસિલો યથાવત : નવી મોડ્સ ઓપરેન્ડીનો પર્દાફાશ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ : ગુજરાતમાં ગૌહત્યા બંધીનો કાયદો અમલમાં હોવા છતાયે ગૌહત્યાના બનાવો અટકવાનું નામ લેતા નથી. સરહદી કચ્છ જિલ્લામાં ગૌહત્યાના બનાવોનો સિલસિલો ચાલુ જ છે અને હવે ગોમાંસની હેરાફેરી માટેની નવી મોડ્સ ઓપરેન્ડી ઝડપાઈ છે. ભુજ એ ડિવિઝન પોલીસે દૂધના કેનમાં ગૌમાંસની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.
પૂર્વ બાતમીના આધારે ભુજ એ ડિવિઝન પોલીસે ભુજના અમનનગર ચાર રસ્તા પાસેથી રતિયા ગામ (તા.ભુજ)ના ઓઢેજા હુસેન આદમને મોટરસાઇકલ ઉપર દૂધના કેનમાં 25 કિલો ગૌમાંસ લઈ જતાં ઝડપી પાડ્યો હતો. જોકે તેની સાથે રહેલો શખ્સ ઈબ્રાહિમ ઓઢેજા (રતિયા, ભુજ) નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ એક-એક કિલો ગોમાંસ પ્લાસ્ટિકના ઝબલામાં પેક કરીને દૂધના કેનમાં રાખી વેચાણ અર્થે લઈ જતા હતા. ભુજ એ ડિવિઝન પીઆઈ એમ.આર. નકુમ સાથે પીએસઆઈ એચ.આર. મોરી અને સ્ટાફે આ કામગીરી કરી હતી. ગૌહત્યા નિષેધનો કાયદો હોવા છતાં વારંવાર બનતા આવા બનાવોને લઈને ગૌભક્તોમાં રોષ છે અને કાયદાનો ભંગ કરનારને સખ્ત સજા થાય તેવી માંગ ઉઠી છે.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
